તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
મહીસાગર જિલ્લામાં લુંટેરી દુલ્હન ગેંગનો SOG દ્વારા પર્દાફાશ: ખોટા લગ્ન કરાવી 2 .70 લાખ પડાવ્યા :બે મહિલાઓની ઘરપકડ
લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ મુજબ યુવક પાસેથી રુ. 2.70 લાખ લઈને દુલ્હન સહીત બે મહિલાઓ ફરાર થઈ ગઈ પોલીસે ઝડપી લીધા

મહીસાગર જિલ્લામાં લુંટેરી દુલ્હન ગેંગનો SOG દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ જે યુવકોના લગ્ન ન થતાં હોય તેવા યુવકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરતી હતી. આ ગુનામાં એક યુવકે લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં યુવક પાસેથી રુ. 2.70 લાખ લઈને દુલ્હન સહીત બે મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. જેમને પોલીસે ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ, લુણાવાડાના ગ્રામ્ય પંથકના એક યુવકના લગ્ન થતા નહોતા. આથી આરોપી ટોળકીએ યુવકને લગ્નની લાલચ આપીને યુવતી બતાવી હતી. ખોટી લગ્ન વિધિ બાદ યુવતી થોડા સમય માટે યુવક સાથે પત્ની તરીકે રહી હતી. તક જોઈને યુવકના ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ 2.70 લાખ લઈને નાસી ગઈ હતી.
જ્યારે યુવકને છેતરપિંડીની જાણ થઈ. આથી તેણે લુણાવાડા પોલીસ મથકમાં FIR દાખલ કરાવી હતી. SOG ની તપાસમાં કુલ 7 આરોપીઓ હોવાનું સામે આવ્યું. ટીમે મુખ્ય આરોપી કોકીલાબેન પરમાર અને સાગરિત મહિલા સુરેખાબેન રાજેશભાઈ યાદવને પકડી લીધા હતા. હાલ પોલીસે બંને આરોપી મહિલાઓને ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.
મહિલા ગેંગે અન્ય કયા યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. લૂંટેરી દુલ્હનના નિશાને કોણ કોણ આવ્યું. તેમજ આમાં કોણ કોણ સંડોવાયેલ છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
