તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th June 2026
ઉમરેઠમાં લાલ દરવાજા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત :વૃદ્ધ અને યુવકને ગંભીર ઇજા
સ્થાનિકો મુજબ સ્પીડ બ્રેકરની અછતને કારણે વાહનચાલકો અહીં બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે

ઉમરેઠના લાલ દરવાજા પાસે એક બાઈક સવાર રોડ ક્રોસ કરી રહ્યા હતા, બરાબર તે જ સમયે સામેથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક બાઈકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો સ્પીડમાં હતો કે, બંને બાઈક સવાર રોડ પર ફંગોળાયા હતા.
આ દુર્ઘટનામાં એક યુવક અને એક વૃદ્ધ બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા
સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઉમરેઠમાંથી પસાર થતા આ મુખ્ય ધોરી માર્ગ પર જરૂરી જગ્યાઓએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી. સ્પીડ બ્રેકરની અછતને કારણે વાહનચાલકો અહીં બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના લીધે આ વિસ્તારમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
