તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th June 2026
આશાની સફરઃ બિહારના આરોગ્યમંત્રી નિશાંત કુમાર દ્વારા નિઃશુલ્ક હૃદય સારવાર માટે બાળકોની ૧૦૦મી બેચને કાલે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રવાના કરાશે

રાજકોટ : બિહારના આરોગ્યમંત્રી શ્રી નિશાંત કુમાર તા. ૧૩ જૂન, (શનિવાર) સાંજે ૪ વાગ્યે પટના ના સ્વાસ્થ્ય ભવન ખાતેથી બિહારના બાળ હૃદયરોગના દર્દીઓની ૧૦૦મી બેચને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે નિઃશુલ્ક સારવાર માટે રવાના કરશે.
આ ઐતિહાસિક બેચમાં જન્મજાત હૃદયરોગથી પીડિત ૩૨ બાળકો તથા તેમના સ્વજનો સામેલ છે, જેઓ અમદાવાદ ખાતે સંપૂર્ણપણે નિઃશુલ્ક હૃદય સારવાર મેળવશે.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ અને રાજકોટ, બિહાર સરકાર તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારના સહયોગથી થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત છેલ્લા આઠ વર્ષથી બિહારના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને નિઃશુલ્ક જીવનરક્ષક હૃદય સારવાર પૂરી પાડી રહી છે. આ સમયગાળા દરમિયાન બિહારના ૧,૮૦૫થી વધુ બાળકોની સફળ હૃદય સર્જરી અને અન્ય હૃદય સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.
હોસ્પિટલ દ્વારા દેશના અન્ય આઠ રાજ્યો સાથે પણ MoU કરવામાં આવ્યા છે, જેના દ્વારા દેશભરના જરૂરિયાતમંદ બાળકોને અદ્યતન અને નિઃશુલ્ક હૃદય સારવારનો લાભ મળી રહ્યો છે.
આ હોસ્પિટલને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા પ્રમપૂર્વક ‘‘દિલ વિધાઉટ બિલ''નામ આપવામાં આવ્યું હતું. છેલ્લા ૨૬ વર્ષથી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કોઈપણ પ્રકારના ચાર્જ વિના વિશ્વસ્તરીય હૃદય સારવાર આપીને માનવસેવામાં અવિરત કાર્ય કરી રહી છે.
આ બાળકો અને તેમના પરિવારજનોના અમદાવાદ આગમનને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે અદાણી એરપોર્ટ ઓથોરિટીઝ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
બાળ હૃદયરોગના દર્દીઓની ૧૦૦મી બેચનું પ્રસ્થાન બિહાર સરકાર અને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ વચ્ચેના સફળ સહયોગનું મહત્ત્વપૂર્ણ સીમાચિホ છે. આ પહેલ માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ જરૂરિયાતમંદ બાળકોને નવું જીવન, નવી આશા અને સ્વસ્થ ભવિષ્ય આપવાના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે.
ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના તમામ રાજ્યોમાંથી અને દેશની કુલ વસ્તીના ૬૦ ટકા થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્યું છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
