<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા:આણંદમાં એક ગેરરીતિ કેસ નોંધાયો

જાણો બોર્ડની પરીક્ષામાં ક્યાં જિલ્લામાં કેટલા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા અને કેટલા વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા : જુઓ તમામ જિલ્લાની વિગતવાર માહિતી

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૬ના રોજ જૂન-૨૦૨૬ની પૂરક પરીક્ષામાં ધોરણ-૧૦ (S.S.C.)ના પ્રથમ સેશનમાં બેઝિક ગણિત (૧૮), સ્ટાન્ડર્ડ ગણિત (૧૨), સંસ્કૃત પ્રથમા ગણિત (૫૦૪) વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બેઝિક ગણિત (૧૮) વિષયમાં કુલ-૧૦૪૪૧૦ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૭૮૦૨૬ પરીક્ષાર્થીઓ, સ્ટાન્ડર્ડ ગણિત (૧૨) વિષયમાં કુલ-૧૯૦૫ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૧૪૧૩ પરીક્ષાર્થીઓ, સંસ્કૃત પ્રથમા ગણિત (૫૦૪) વિષયમાં કુલ-૨૨ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૧૭પરીક્ષાર્થીઓ હાજર હતાં.
ઉ.મા.પ્ર.પૂરક પરીક્ષા, જૂન-૨૦૨૬, ધોરણ-૧૨ (H.S.C.) સામાન્ય પ્રવાહના પ્રથમ સેશનમાં આંકડાશાસ્ત્ર (૧૩૫) અને ઉદ્યોગ સાહસિકતા (૧૫૬) વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આંકડાશાસ્ત્ર (૧૩૫) વિષયમાં કુલ- ૧૫૪૧૪ પરીક્ષાર્થીઓ પૈકી કુલ- ૧૨૯૩૯ પરીક્ષાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકતા (૧૫૬) વિષયમાં કુલ-૦૨ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૦૦ પરીક્ષાર્થીઓ હાજર હતાં.
ઉ.મા.પ્ર.પૂરક પરીક્ષા, જૂન-૨૦૨૬ ના બીજા સેશનમાં ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન (૦૫૪) વિષયમાં કુલ-૨૬૩૮૪ પરીક્ષાર્થીઓ નોંધાયેલ. જે પૈકી કુલ-૨૨૦૩૦ પરીક્ષાર્થીઓ હાજર હતાં તથા સામાન્ય પ્રવાહમાં ભૂગોળ (૧૪૮), ફુડ પ્રોસેસિંગ (૨૨૩), પેટર્ન મેકિંગ (૨૩૫), વિષયોની અને સંસ્કૃત મધ્યમાનાં અનિવાર્યવ્યાકરણમ (૭૦૧) વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભૂગોળ વિષયમાં કુલ-૩૧૯૭ પરીક્ષાર્થીઓ પૈકી કુલ- ૨૧૬૮ પરીક્ષાર્થીઓ, ફુડ પ્રોસેસિંગ (૨૨૩) વિષયમાં કુલ-૦૧ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૦૦ પરીક્ષાર્થીઓ, પેટર્ન મેકિંગ (૨૩૫) વિષયમાં કુલ-૦૧ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૦૦ પરીક્ષાર્થીઓ અને અનિવાર્યવ્યાકરણમ (૭૦૧) વિષયમાં કુલ-૦૧ પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૦૧ પરીક્ષાર્થીઓ હાજર હતાં.
આજના બીજા સેશનમાં ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન (૦૫૪) વિષયમાં આણંદ ખાતે એક ગેરરીતિ કેસ નોંધાયેલ છે.

(9:06 PM IST)