<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

સુરતના કામરેજ ચાર રસ્તા પર સુડાનું ડિમોલિશન :પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયા

વાહનચાલકોની સુવિધા માટે સર્વિસ રોડ પર નડતરરૂપ થતા તમામ ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા

સુરતના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં સુડા (SUDA - સુરત શહેરી વિકાસ સત્તામંડળ) ના અધિકારીઓ દ્વારા વહેલી સવારથી જ મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહનચાલકોની સુવિધા માટે સર્વિસ રોડ પર નડતરરૂપ થતા તમામ ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

(11:20 PM IST)