તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
ખેડૂતો પર અત્યાચાર એ સરકાર પ્રેરિત આફત છે જો ન્યાય નહીં મળે તો 'કિસાન મહાપંચાયત' કરીશું: ઈસુદાન ગઢવીનો હુંકાર
તેમણે આક્ષેપ કર્યો કે, પોલીસને ભાડે રાખીને ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને તેમને યોગ્ય વળતર પણ મળતું નથી.

ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચારને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ સ્થિતિને રાજ્ય સરકાર પ્રેરિત આફત ગણાવતા આક્ષેપ કર્યો કે, પોલીસને ભાડે રાખીને ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને તેમને યોગ્ય વળતર પણ મળતું નથી.
ઈસુદાન ગઢવીએ રાજ્ય સ્તરની વળતર સમિતિ બનાવવાની, ગ્રામસભાની સહમતી ફરજિયાત કરવાની અને અંગ્રેજોના સમયના ટેલિગ્રાફ એક્ટને બદલવાની માંગ કરી છે. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં “કિસાન મહાપંચાયતો” યોજીને ઉગ્ર આંદોલન કરશે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
