તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
વાવ-થરાદના આકોલી ગામમાં પાણીની ગંભીર સમસ્યા : મહિલાઓએ માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો
-પાણી પુરવઠા વિભાગ અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન આવતા લોકોમાં ભારે આક્રોશ

વાવ-થરાદ વિસ્તારમાં આવેલા આકોલી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખાં મારી રહેલી મહિલાઓએ આખરે રસ્તા પર ઉતરીને માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામના દલિતવાસ અને ઠાકોરવાસમાં પાણીની ભારે અછત છે, તેમજ આંગણવાડીના બાળકો અને ગાયો જેવા મૂંગા પશુઓ પણ તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગ અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન આવતા લોકોમાં ભારે આક્રોશ છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
