તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
આણંદ પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ : એસપી જીજી જસાણીએ 18 પીઆઇની આંતરિક બદલી કરી
આણંદ પોલીસ બેડામાં એકસાથે થયેલા આ મોટા વહીવટી ફેરબદલને લઈને હાલ ભારે ચર્ચાનો માહોલ

આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જી.જી.જસાણીએ એક સાથે 18 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીના આદેશ કર્યા છે, જેને પગલે વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. આ સામૂહિક બદલીઓમાં આણંદ ગ્રામ્ય, ઉમરેઠ, પેટલાદ, આંકલાવ અને ખંભાત જેવા મહત્વના પોલીસ સ્ટેશનો સહિત મહિલા પોલીસ સ્ટેશન, એસ.ઓ.જી (SOG) અને AHTU શાખાના પીઆઈનો સમાવેશ થાય છે. આણંદ પોલીસ બેડામાં એકસાથે થયેલા આ મોટા વહીવટી ફેરબદલને લઈને હાલ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
