<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવનારા બે બુટલેગરોની ધરપકડ :મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બુટલેગરોએ જ મોપેડમાં અને રસ્તા પર દારૂ ગોઠવ્યો હતો

સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેર માર્ગ પર દારૂની બોટલો ગોઠવીને લાઈન કરવાના ચકચારી મામલે સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ હદ વટાવતા વર્તનને લઈને હિંમતનગર પોલીસે મુકેશ ભાટ અને શ્રવણ ભાટ નામના બે બુટલેગર શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બુટલેગરોએ જ મોપેડમાં અને રસ્તા પર દારૂ ગોઠવ્યો હતો. હાલ પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી, તેમને દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધારની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:27 PM IST)