<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

અમદાવાદમાં બ્રિજને વેધર ઇફેક્ટથી બચાવવા મનપાનો મોટો પ્લાન : રૂ.2.81 કરોડના ખર્ચે થશે સ્પેશિયલ પેઇન્ટ

આ સમગ્ર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બ્રિજની ગુણવત્તા જાળવી રાખવા અને તેને વાતાવરણની પ્રતિકૂળ અસરો (વેધર ઇફેક્ટ) થી બચાવવા માટે રૂપિયા 2.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કામગીરી ખાસ કરીને શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બ્રિજ માટે હાથ ધરવામાં આવશે, જેમાં બ્રિજ આયુષ્ય વધારવા માટે એન્ટી કાર્બોનેશન પેઇન્ટ અને મુખ્ય સ્પાનમાં ડેકોરેટિવ પેઇન્ટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે.

(7:23 PM IST)