<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

CMO-RSS ઓફિસ- AMCને ફુંકી મારવાની ધમકી

બોમ્‍બ ધમાકે કરેંગે, હિન્‍દુ આપ અપને બચ્‍ચે બચાઓ : ધમકીભર્યા ઈ-મેઈલ બાદ સઘન તપાસઃ બ્‍લાસ્‍ટનો ચોક્કસ સમય પણ અપાતા ભયનો માહોલઃ AMC બિલ્‍ડીંગ ખાલી કરાવાઈ

અમદાવાદ,તા.૧૦: રાજ્‍યમાં ફરી એકવાર બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકી આપવામાં આવી છે. આ વખતે મુખ્‍યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (AMC) તેમજ અમદાવાદ સ્‍થિત RSS ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્‍યો છે. બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકીભર્યો ઇ-મેઇલ મળતા પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓ તાત્‍કાલિક એલર્ટ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ અજાણ્‍યા ઈ-મેઇલ આઈડી પરથી મોકલાયેલા ધમકીભર્યા મેઇલમાં બોમ્‍બ ધમાકે કરેંગે, હિન્‍દૂ આપ અપને બચ્‍ચે બચાઓ જેવા ઉશ્‍કેરણીજનક શબ્‍દોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. મેઇલમાં ખાલિસ્‍તાની નેશનલ આર્મી દ્વારા બદલો લેવાનો ઉલ્‍લેખ પણ કરવામાં આવ્‍યો હોવાનું સામે આવ્‍યું છે.

ગુજરાતના બે મુખ્‍ય શહેરો, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકી મળતા સમગ્ર રાજ્‍યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્‍યું છે. અજાણ્‍યા શખ્‍સો દ્વારા અલગ-અલગ ઈ-મેઈલ મારફતે સરકારી કચેરીઓ અને પ્રતિષ્ઠિત સંસ્‍થાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્‍સીઓ સતર્ક થઈ ગઈ છે.

ધમકીભર્યા મેઇલમાં મુખ્‍યમંત્રી કાર્યાલય માટે બપોરે ૧:૧૧ વાગ્‍યાનો, ખ્‍પ્‍ઘ્‍ ઓફિસ માટે ૩:૧૧ વાગ્‍યાનો અને અમદાવાદની RSS ઓફિસ માટે સાંજે ૫:૧૧ વાગ્‍યાનો સમય દર્શાવવામાં આવ્‍યો હતો. ધમકી મળતા જ સ્‍થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ અન્‍ય સુરક્ષા એજન્‍સીઓ તાત્‍કાલિક સંબંધિત સ્‍થળોએ પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા બોમ્‍બ ડિટેક્‍શન એન્‍ડ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ (BDDS)ની ટીમોને ઘટનાસ્‍થળે બોલાવી તમામ સ્‍થળોએ સઘન ચેકિગ હાથ ધરવામાં આવ્‍યું છે. સુરક્ષા વ્‍યવસ્‍થામાં વધારો કરી સંવેદનશીલ વિસ્‍તારોમાં પણ કડક નજર રાખવામાં આવી રહી છે.૧૦ જૂનથી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં અલગ અલગ બ્‍લાસ્‍ટ કરવાના ઇમેલ મળી આવ્‍યા હતા. આ ઇમેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ સેલ, ગુપ્તચર એજન્‍સીઓ અને અન્‍ય તપાસ એજન્‍સીઓએ ધમકીભર્યા ઈ-મેઇલનાસ્ત્રેત અને તેને મોકલનાર વ્‍યક્‍તિ કે સંગઠન સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. ઈ-મેઇલ કયા સર્વર અને કયા સ્‍થળેથી મોકલવામાં આવ્‍યો હતો તેની ટેક્રિકલ તપાસ પણ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્‍યા મુજબ હાલ સુધી કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ મળી આવી નથી, તેમ છતાં ધમકીને ગંભીરતાથી લઈ સુરક્ષા તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવશે.

બોમ્‍બથી ઉડાવવાની ધમકીની ૬ મહિનામાં ૯ ઘટના

૧૭ ડિસેમ્‍બર, ૨૦૨૫ - અમદાવાદ, ગાંધીનગરની શાળાઓને ધમકી

૫ જાન્‍યુઆરી ૨૦૨૬ - અમદાવાદ સિટી અને સિવિલ સેશન્‍સ કોર્ટને ધમકી

૬ જાન્‍યુઆરી, ૨૦૨૬ - ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્‍લાની કોર્ટ, કચેરી ઉડાવી દેવાની ધમકી

૨૩ જાન્‍યુઆરી, ૨૦૨૬ - અમદાવાદની અનેક શાળાઓને ધમકી

૨૮ જાન્‍યુઆરી, ૨૦૨૬ - અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ - અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની અનેક શાળાઓને ધમકી

૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ - પાસપોર્ટ ઓફિસ, પોસ્‍ટ ઓફિસોને ઉડાવવાની ધમકી.

(3:33 PM IST)