તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
સોમવારે ગાંધીનગરમાં ખેડુતોની સત્યાગ્રહ છાવણી
સરકાર ખેતી નીતિ બનાવે અને બજેટની પ૦% રકમ ખેતી માટે ફાળવે તેવી માંગણી : વધુ સંખ્યામાં ખેડુતોએ જોડાવા ભરતસિંહ વાળા અને ભરતસિંહ ઝાલાનો અનુરોધ

રાજકોટ તા. ૧૦ : મોટી કંપનીઓની ખુલ્લી દાદાગીરી સામે ખેડુતોએ અવાજ ઉઠાવ્યો છે. ગાંધીનગરમાં તા. ૧૫ ના સોમવારે સત્યાગ્રહ છાવણીનું એલાન કરાયુ છે.
સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડુતો દ્વારા યોજવામાં આવેલ કિસાન અધિકાર યાત્રા ટ્રેકટર રેલીમાં ભાવનગર જિલ્લાના પીડીત ખેડુતો હાજરી આપશે. તેમજ કચ્છ, મોરબી, જામનગર જિલ્લાના ખેડુતો તા. ૧૩ ના શનિવારે પ્રયાણ કરશે અને રાજકોટ રાત્રી રોકાણ કરી તા. ૧૫ ના સોમવારે સવારે અમદાવાદ શાંત્પિુરા સર્કલ ખાતે ટ્રેકટરો સાથે પહોંચી ગાંધીનગર ખાતેની સત્યાગ્રહ છાવણીમાં જોડાશે.
આ કિસાન અધિકાર યાત્રામાં ખેડુતો આヘર્યજનક કાર્યક્રમો આપી સરકારની આંખ ઉઘાડશે. તેમજ ખેતી નીતિ ઘડવા, ખેતી આયોગની રચના કરવા, ખેતી પંચ નીમવા, બજેટની ૫૦% રકમ ખેતી માટે ફાળવવા, ખેતી ગૃહ ઉદ્યોગ નિર્માણ કરવા સહીત છ મુદ્દાઓની માંગણી દોહરાવાશે. તેમ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા અને ખેડુત એસો.ના પ્રદેશ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ઝાલા (સુરેન્દ્રનગર), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), નાગજીભાઇ પટેલ (રાજકોટ), પ્રવિણભાઇ પઢારીયા (કાલાવડ), રામદેવસિંહ જાડેજા જિલ્લા પ્રમુખ ખેડુત એકતા મંચ (જામનગર), નિકુંજસિંહ ઝાલા (ભાવનગર)ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
