<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

મહીસાગર નદીમાં નહાવા ગયેલા બે યુવાનો કાળનો કોળિયો બન્યા: ડૂબતા મિત્રને બચાવવા જતા બીજો મિત્ર પણ ડૂબી ગયો

લુણાવાડા વિસ્તારના આ બંને યુવકો લિમ્બોદરા ગામ નજીક નદીમાં ઉતર્યા હતા:મુસ્લિમ સમાજના આ બે યુવાનોના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ

મહીસાગર નદીમાં નહાવા ગયેલા બે યુવાનો કાળનો કોળિયો બન્યા છે. લુણાવાડા વિસ્તારના આ બંને યુવકો લિમ્બોદરા ગામ નજીક નદીમાં ઉતર્યા હતા. અહીં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી બંને યુવકો અચાનક ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી.

 

ઘટનાના દિવસે આઝમખાન નામનો યુવક નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ આસિફ નામના મિત્રે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયાસમાં આસિફ પણ પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આવી ગયો હતો. બંને મિત્રો આ રીતે એકસાથે ડૂબી જતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

 

 

કોલવણ ગામ નજીકથી સૌ પ્રથમ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમે બીજા યુવકની શોધખોળ ચાલુ રાખી હતી. ગત મોડી રાત્રે કોલવણ ગામના કિનારેથી બીજા યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. પોલીસે આઝમખાન અને આસિફના મૃતદેહને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

મહીસાગર નદીના આ વિસ્તારમાં નાહવા પર અગાઉથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે બંને યુવકો મંદિરથી થોડે દૂર અપરિચિત જગ્યાએ નહાવા ગયા હતા. સાવચેતીના અભાવે અને અજાણ્યા પાણીના પ્રવાહને કારણે આ કરુણ ઘટના સર્જાઈ હતી. મુસ્લિમ સમાજના આ બે યુવાનોના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

(11:22 AM IST)