તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 9th June 2026
વડાપ્રધાન મોદીની અપીલ બાદ સાંસદ પરસોતમભાઈ રૂપાલાની બસમાં મુસાફરી :અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં સવારી કરી
રૂપાલાએ જણાવ્યું કે, અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં આવવાનો જે અનુભવ થયો તે અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી અને કમ્ફર્ટથી રાજકોટ પહોંચી ગયો

અમદાવાદ :વડાપ્રધાન મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલના અમલ સ્વરૂપે રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ અમદાવાદથી રાજકોટ વોલ્વો બસની સવારી કરી હતી.
તેમણે અગાઉની અને અત્યારની એસટી બસમાં જમીન આસમાનનો ફર્ક બતાવ્યો તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનને એક વર્ષ પૂર્ણ થવા પર શોક વ્યક્ત કર્યો અને દિશાવાળો જણ અને ફૌજનો આગેવાન ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો.
પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતુ કે, અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં આવવાનો જે અનુભવ થયો તે અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી અને કમ્ફર્ટથી રાજકોટ પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ન આવ્યો. આપણે માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ તો આપણી મનપસંદ એક્ટિવિટી ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી લીધું. તેના ઉપરથી સમજી શકાય કે બસમાં મને કેટલો કમ્ફર્ટ ઝોન મળ્યો હશે. અમદાવાદથી રાજકોટ હું ચાર કલાકમાં પહોંચી ગયો.
તેમણે વધુમાં જણાવ્યું કે, હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ મેં એસટી બસમાં મુસાફરી કરેલી છે. તે વખતે સીધી ગાંધીનગરની બસ ન હતી એટલે અમદાવાદ ગીતામંદિર ઉતરી જતા અને ત્યાંથી ડબલ ડેકર શોધતા. હું અભ્યાસ કરતો ત્યારે પણ એસટી બસની મુસાફરી કરેલી છે પરંતુ ત્યારની અને અત્યારની બસોમાં જમીન - આસમાનનો ફર્ક છે.
માસ ટ્રાન્સપોર્ટેશનમાં એસટી વિભાગનો રોલ ખૂબ જ મહત્વનો છે. આજે રાજ્ય સરકારે નવી એસટી બસો પણ રાજકોટને ફાળવી છે અને અહીંથી સીધી ભુજની રોજની બસ શરૂ થઈ છે. જે બસોના ઉદ્ઘાટન માટે સવારે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ હું ગાંધીનગર હોવાથી પહોંચી શક્યો ન હતો તો
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
