તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
અમદાવાદમાં દેશી ઘી ના નામે નકલી પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું : 3,250 કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કરી સીઝ કરાયો
એએમસીના ફૂડ વિભાગની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી લક્ષ્મણભાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી લક્ષ્મણભાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાયો છે, જેને લઈ ચકચાર મચી છે.
એએમસીના ફૂડ વિભાગની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી લક્ષ્મણભાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંથી ‘રિધમ કાઉ ઘી’ અને ‘વચનામૃત કાઉ ઘી’ના નામે વેચાતું શંકાસ્પદ ઘી મોટા જથ્થામાં મળી આવ્યું હતું. તપાસકર્તા અધિકારીઓએ સ્થળ પરથી આશરે 3,250 કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કરીને તેને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ શહેરમાં શુદ્ધ દેશી ઘીના નામે નકલી અને ભેળસેળયુક્ત પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની સતત ફરિયાદો મળતી હતી. જપ્ત કરવામાં આવેલા ઘીના નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જો આ ઘી હાનિકારક સાબિત થશે, તો સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. એએમસીના ફૂડ સેફ્ટી ઓફિસરોએ આસપાસના અન્ય એકમોમાં પણ તપાસ શરૂ કરી છે, જેથી કરીને નકલી ખાદ્યપદાર્થોનું નેટવર્ક તોડી શકાય.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
