તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
વડતાલધામમાં નિઃશૂલ્ક સ્વામિનારાયણ હોસ્પિટલઃ હવે કેન્સર માટે સેવા પ્રારંભ

રાજકોટ, તા., ૯: આણંદ જિલ્લામાં આવેલ વડતાલ ધામમાં નિઃશુલ્ક સેવા આપતી શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવેથી કેન્સરના વિવિધ રોગોનું તપાસ કેન્દ્ર શરૂ થઇ રહયું છે.
વડતાલ ધામઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં સંપુર્ણ નિઃશુલ્ક સેવા આપતી શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવેથી વડોદરા સ્ટર્લીગ હોસ્પિટલના કેન્સર રોગોના નિષ્ણાત તબીબો દ્વારા ખાસ તપાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમા મોઢાનું અથવા ગળાનું કેન્સર,સ્તન કેન્સર,સ્ત્રીઓને લગતા કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, હાડકાનું કેન્સર, લોહીનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, લીવર અને પિત્તાશયનું કેન્સર, નિઃશુલ્ક તપાસ કેન્દ્ર કરવામાં આવશે. સ્ટર્લીગ હોસ્પિટલના કેન્સર રોગના નિષ્ણાત તબીબ મળગલ દોશી દર બુધવારે બપોરે ૩.૦૦ થી ૪.૦૦ કલાક સુધી સર્જીકલ તબીબ પાર્થ શાહ દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે બપોરે ૧૨.૦૦ થી ૧ સુધી તથા રેડિયેશન તાબીબ મેહુલ ગોહિલ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે બપોરે ૧૨ થી ૧.૦૦ સુધી દર્દીઓને નિઃશુલ્ક તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપશે . વડતાલધામ આણંદ અને નડીયાદથી એકદમ નજીક છે. વધુ માહિતી માટે સંપર્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ,મો. ૯૭૩૭૧ ૧૪૪પપ.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
