News of Tuesday, 9th June 2026
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના માથાભારે શખ્સ મહાવિરસિંહ સિંધવનું અમદાવાદમાં મોત
પોલીસના ડરથી ભાગવા જતા ચોથા માળેથી પડતા મૃત્યુઃ ગુજસીટોક સહિતના ગુન્હામાં સંડોવણી

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના માથાભારે શખ્સ મહાવીરસિહ સિધવનું અમદાવાદના બોપલ વિસ્તારમાં મોત થયું છે. બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝ્યુરિયા' ફલેટના ચોથા માળેથી નીચે પટકાતા મહાવીરસિહ સિધવને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો રહેવાસી મહાવીરસિહ સિધવ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝ્યુરિયા' ફલેટમાં રહેતો હતો. ગઈકાલે ૮ જૂને રાત્રે મહાવીરસિહની પાડોશમાં રહેતા મુરત સોલંકી સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જોતજોતામાં આ ઝઘડો મારામારીમાં ફેરવાયો હતો. મહાવીરસિહે મુરત સોલંકી સાથે મારામારી કરી હતી. જેથી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર ૧૧૨ પર ફોન કર્યો હતો. સોસાયટીના રહેવાસીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ભ્ઘ્ય્ વાન ઘટના સ્થળે પહોંચી હતી. જેથી પોલીસને જોઈને મહાવીરસિહ ભાગ્યો હતો.
આ દરમિયાન તે ચોથા માળેથી નીચે કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ચોથા માળેથી ફંગોળાઈને નીચો પડ્યો હતો. જેમાં તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ દરમિયાન મહાવીરસિંહ નશાની હાલતમાં હતો.
આ દરમિયાન તે ચોથા માળેથી નીચે કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ચોથા માળેથી ફંગોળાઈને નીચો પડ્યો હતો. જેમાં તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના લીધે તેનું મોત થયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ દરમિયાન મહાવીરસિહ નશાની હાલતમાં હતો.
આ ઘટના મામલે બોપલ પોલીસે જણાવ્યું છે કે, મૃતકનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે મારામારી, ગુજસીટોક અને ફઝભ્લ્ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેઓ થોડા સમય પહેલા જ બોપલ રહેવા માટે આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ, પડોશી સાથે મારામારી કર્યા બાદ મહાવીરસિહ પોલીસ પકડથી બચવા માટે ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડ્યો હતો. જેના કારણે તેનું મોત થયું છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.(૪૦.૫૨)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
