તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
દરેક સેવા સહકારી મંડળીઓ મારફતે ખેડૂતોને વરસે ઓછામાં ઓછું ર૦ થી રપ લાખ ધિરાણ અપાવો
ફરજિયાત જોગવાઇ કરોઃ સહકાર મંત્રીને કિરીટ પટેલની રજુઆત સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ેચેરમેન શ્રી કિરીટ પટેલએ જૂનાગઢના સાંસદ શ્રી રાજેશ ચુડાસમાની હાજરીમાં સહકાર મંત્રી જીતુ વાઘાણીને મળી સહકારી વિષયક રજુઆત કરેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર, તા. ૯ : ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે ઘી જૂનાગઢ જીલ્લિા સહકારી બેંક લી. ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે જૂનાગઢને સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતીમાં રૂબરૂ મુલાકાત કરી રાજયની સેવા સહકારી મંડળીઓ અને સહકારી ક્ષેત્રના સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવાયુ હતુ કે, ગુજરાત રાજયમાં કાર્યરત સેવા સહકારી મંડળીઓ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોને આર્થિક રીતે સશકત બનાવવા માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. હાલમાં ઘણી સેવા સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ખુબજ ઓછી રકમના ધિરાણનું વિતરણ કરવામાં આવે છે અથવા કેટલીક જગ્યાએ ધિરાણ પ્રવળતિ સિમિત જોવા મળે છે, જેના કારણે સહકારી ક્ષેત્રના વિકાસની ગતિ પર અસર થાય છે.
શ્રી કિરીટ પટેલએ આ સંદર્ભમાં સહકાર મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી છે કે રાજય સરકાર દ્વારા એવો નિયમ અથવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, જેના અંતર્ગત દરેક સેવા સહકારી મંડળીઓ દ્વારા દર વર્ષે ઓછામાં ઓછું રૂા.૨૦/- લાખથી ૨૫/- લાખ સુધીનું ધિરાણ ફરજીયાત રીતે ખેડૂતોને આપવામાં આવે અથવા તે મુજબની પ્રોત્સાહક નિતિ ઘડવામાં આવે.
પ્રકારનો નિર્ણય અમલમાં આવશે તો રાજયની સહકારી ચળવળને નવી દિશા મળશે અને ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબુત બનશે.
સહકાર મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ક્ષેત્રના હિતને ધ્યાનમાં રાખીને વિષય પર સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન રાજયના સહકારી માળખાને વધુ મજબુત બનાવવા તથા ખેડૂતોને વધુ લાભકારી યોજનાઓ સાથે જોડવા અંગે પણ વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી. (૯.૩૭)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
