તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ગુનેગારોમાં પોલીસનો ખોફ, સાયબર ક્રાઈમ, ડ્રગ્સ નિયંત્રણ , પ્રિવેન્શન અને ટેકનોલોજીથી ડિટેક્શન માટે આદેશ આપી દીધા છેઃ જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક
ઐતિહાસિક રથયાત્રા બંદોબસ્ત ટોપ પ્રાયોરિટીમાં સમાવેશ હોવાનું મુખ્ય પોલીસ વડા સાથે અમદાવાદ સીપીનો ચાર્જ જેમના હસ્તક છે તેવા મુખ્ય પોલીસ વડા જણાવે છે : તબક્કાવાર દરેક જિલ્લાના પ્રશ્નો એસપી, રેન્જ વડા સાથે બેઠક યોજી અને લોકો સાથે પોલીસની મુશ્કેલીનું પણ નિવારણ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે : રાષ્ટ્રીય સુરક્ષા માટે જે દબાણો દૂર થયા છે, ત્યાં ફરી દબાણ ન થાય તેની જવાબદારી નક્કી કરાશેઃ બાંગ્લાદેશી ઘુસણખોરો પકડવા માટે ગુજરાત સહિત દેશમાં આવેલ શકમંદ ફોન ડેટા ચકાસણી કાર્ય અવિરત ચાલુ રહશે : અરજી નિકાલ, ગુનેગારો પર જબ્બર પક્કડ એવા પોલિસિંગમાં વિશ્વાસ ધરાવતા આ IPS દ્વારા સીધા સરળ લોકો,સિનિયર સિટીઝનો, મહિલા, બાળકો પ્રશ્ને માનવીય અભિગમ, સારો વ્યવહાર થાય તે માટે ધડાધડ આદેશ આપી રહ્યા છે.

રાજકોટ તા. ગુજરાતના મુખ્ય પોલીસ વડા તરીકે ૧૯૯૩ બેચના રાજ્ય અને કેન્દ્રનો ખૂબ વિશાળ અનુભવ સાથે સ્વચ્છ છબી , માનવીય અભિગમ , સારા નરસા લોકો, પોલીસ સ્ટાફ કે અધિકારીઓ ઓળખવાની જેમનામાં ખૂબ ખૂબી છે તેવા જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે ૩૧માં પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો છે.
દેશમાં કુંભ મેળા પછી જેમનો પોલીસ બંદોબસ્ત બીજા ક્રમે આવે છે, અને તાલીમી IPS અધિકારીઓને જે બંદોબસ્ત નિહાળવા અને તાલીમ આપવા ખાસ લાવવામાં આવે છે તેવા અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિધ્ને પસાર થાય તે માટે જે ટોપ પ્રાયોરિટી રહેનાર હોવાનું જણાવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર માટે દિલ્હી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલ બે IPS સાથે ગુજરાતના સક્ષમ અને વિશ્વાસુ અધિકારીઓની શકયતા છે, હાલ કોઈ ઓફિશિલ ચર્ચા ન હોવાથી આ નામોનો ઉલ્લેખ કર્યો નથી, કેન્દ્રની ગુડ બુક્સમાં રહેલ હાલ ગુજરાતમાં ફરજ બજાવતા એક સિનિયરIPS નું નામ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ જાહેર થાય તેવી સંભાવના છે.
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે હાલમાં પોલીસ કમિશનરનો ચાર્જ પણ જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક હસ્તક છે.
ભરૂચ અને અમદાવાદ ડીસીપી ક્રાઈમ તરીકે , જે અસમાજિક તત્વોની બોલબાલા હતી તેવા માથાભારે લોકોને તેવોએ સીધા દોર કરી નાખેલ, અને આજે પણ આ પ્રકારનું પોલિસિંગ કરવામાં માને છે, ગુનેગારોમાં પોલીસનોં ખોફ હોય અને બીજી તરફ સજ્જન અને સારા માણસો સાથે પોલીસ ખૂબ સારી રીતે વર્તે તેવો પોલીસને મેસેજ આપી દીધો છે.
આ સાથે ટેકનોલોજીના મહતમ ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ વિભાગને ખૂબ સક્ષમ, પોલીસ, મેડિકલ ઇમરજન્સી વિગેરે માટે ૧૧૨ સુવિધા ટાઇમિંગ જાળવવો , પોલીસના બાતમી વર્તુળ નેટવર્ક દ્વારા ગુન્હાખોરી અટકાવવા સાથે ગુનાઓનો ભેદ ત્વરિત ઉકેલ માટે ટેકનોલોજી ઉપયોગ, દરેક જિલ્લાના રેન્જના પ્રશ્નો,કે સહિતના પ્રધાનોનો અભ્યાસ ચાર્જ સાંભળતા શરૂ કરી તબક્કાવાર વર્ચ્યુઅલ બેઠક માટે પ્લાનિંગ શરૂ કર્યું છે.
અરજીઓનો નિકાલ કરવા પણ આદેશ આપી દીધા છે, રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત બાંગ્લાદેશી ઘુસણખોરી રોકવા અમદાવાદમાં ઐતિહાસિક ડિમોલેશન કરનાર અમદાવાદ સીપી તરીકે ચાર્જ યથાવત રાખનાર આ સિનિયર અને અનુભવી IPS દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરી માટે સાયબર એક્સલેન્સી મારફત મોબાઇલ ડેટા મેળવી પગલાંઓ લેવાનું અભિયાન યથાવત રહેવાનું હોવાનું જણાવ્યું છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
