News of Tuesday, 9th June 2026
ગુજરાતમાંથી એક મહિનામાં ૬ ૬૫૦૦ મે. ટન પેટ્રોલનું વેચાણ
ગયા વર્ષ કરતાં વેચાણમાં ૧૩.૧૧ ટકાનો વધારો : અમદાવાદથી ૯૮૪૩, સુરતથી ૭૮૫૪, રાજકોટથી ૪૬૯૭ મેટ્રિક ટન પેટ્રોલ વેંચાયું

અમદાવાદ,તા.૯: ગુજરાતમાં ગુજરાતમાં એક મહિના દરમિયાન પેટ્રોલનું ૬૬૫૨૬. ૫૩ મેટ્રિક ટન જ્યારે ડીઝલનું ૧.૭૭ લાખ મેટ્રિક ટન વેચાણ થયેલું છે. ગયા વર્ષના મે મહિના કરતાં પેટ્રોલના વેચાણમાં ૧૩.૧૧ ટકા, ડીઝલના વેચાણમાં ૨૨.૯૨ ટકાનો વધારો નોંધાયો છે.
આ સ્થિતિએ ગુજરાતમાં દરરોજ સરેરાશ ૧૮૨.૨૬ મેટ્રિક ટન પેટ્રોલનું વેચાણ થાય છે. મે મહિના દરમિયાન અમદાવાદમાં બીપીસીએલનું ૯૮૪૩.૦૭ મેટ્રિક ટન પેટ્રોલ વેચાણ નોંધાયું છે. જેની સરખામણીએ ગયા વર્ષે ૮૯૪૫.૭૩ મેટ્રિક ટન પેટ્રોલ વેચાણ થયું હતું. ડીઝલનું વેચાણ ૧૦૩૯૨.૦૨ મેટ્રિક ટનથી વધીને ૧૧૩૮૨.૩૭ મેટ્રિક ટન થયું છે. આ સિવાય અન્યત્ર ગાંધીનગરમાં ૨૦૧૪.૧૭ મેટ્રિક ટન પેટ્રોલ-ડીઝલનું ૩૫૫૨.૫૯ મેટ્રિક ટન, જામનગરમાં ૧૩૪૪.૦૮ મેટ્રિક ટ્ટ ટન પેટ્રોલ-ડીઝલનું ૪૬૯૮.૭૬ ડીઝલ, રાજકોટમાં ૪૬૯૭.૫૧ મેટ્રિક ટન પેટ્રોલ-ડીઝલનું ૧૦૦૪૧.૪૬ મેટ્રિક ટન, કચ્છમાં ૧૮૨૬.૫૫ મેટ્રિક ટન પેટ્રોલ-ડીઝલનું ૧૫૧૩૫.૬૫ મેટ્રિક ટન ડીઝલ જ્યારે સુરતમાં પેટ્રોલનું ૭૮૫૪.૧૯ મેટ્રિક ટન, ડીઝલનું ૧૬૧૪૩.૨૦ ડીઝલનું વેચાણ નોંધાયું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
