તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
અંકલેશ્વરમાં મોંઘવારી અને પેપર લીક મામલે કોંગ્રેસના ઉગ્ર દેખાવો
વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કાર્યકરોની અટકાયત કરી

ભરૂચના અંકલેશ્વરમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી, ઈંધણમાં ભાવવધારો અને પેપર લીક કૌભાંડ જેવા મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કાર્યકરોની અટકાયત કરી હતી.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
