<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

દાહોદના ફતેપુરામાં વાવણી ટાણે જ ખાતર ડેપો બંધ રહેતા ખેડૂતોમાં ભારે રોષ

કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ડેપો બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક આક્રોશ અને અસંતોષ ફેલાયો

દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાતર વિતરણને લઈને વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે સ્થાનિક જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ચોમાસાની સીઝન બિલકુલ માથે હોવાથી ખેડૂતો વાવણીની તૈયારીઓ માટે વહેલી સવારથી જ ફતેપુરાના સરકારી ડેપો ખાતે ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ડેપો બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક આક્રોશ અને અસંતોષ ફેલાયો હતો.

(11:49 PM IST)