<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

કેન્દ્રના ડિજિટલ ખેતીના પાયલોટ પ્રોજેક્ટ સામે સાબરકાંઠાના ખેડૂતોમાં ભારે નારાજગી :જિલ્લાના 50 ટકાથી વધુ ખેડૂતો પાસે સ્માર્ટફોન જ નથી

નવા નિયમ મુજબ, ખેડૂતોએ ખાતર મેળવવા માટે ફરજિયાત એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સિસ્ટમ જ નક્કી કરશે કે ખેતરમાં કેટલું ખાતર નાખવું.

અમદાવાદ :કેન્દ્ર સરકારના ડિજિટલ ખેતીના પાયલોટ પ્રોજેક્ટ સામે સાબરકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નિયમ મુજબ, ખેડૂતોએ ખાતર મેળવવા માટે ફરજિયાત એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સિસ્ટમ જ નક્કી કરશે કે ખેતરમાં કેટલું ખાતર નાખવું.

વાસ્તવિકતા એ છે કે જિલ્લાના 50 ટકાથી વધુ ખેડૂતો પાસે સ્માર્ટફોન જ નથી, જેના કારણે સામાન્ય ખેડૂતો માટે ખાતર મેળવવું મુશ્કેલ બન્યું છે. એસી ઓફિસોમાં બેસીને લેવાયેલા આ તઘલખી નિર્ણયથી ખેડૂતોને લાંબી લાઈનો અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે જગતનો તાત હવે આરપારની લડાઈના મૂડમાં છે.

(9:32 PM IST)