<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

અમદાવાદ ખાતે તા. ૧૩ ના રોજ જૈન ટેલેન્‍ટ એવાર્ડ - ૨૦૨૬ જૈન ટેલેન્‍ટ બ્રીચ દ્વારા આયોજીત

જૈન એક્‍સલન્‍સ એવોર્ડ, ગૌરવ એવોર્ડ, ઇનફલૂએન્‍સર અવૉર્ડ, રાઇઝિંગ યૂથ ઍવોર્ડ, સમાજ રત્‍ન એવોર્ડ, શ્રેષ્ઠ જિનશાશન સંસ્‍થા એવાર્ડ જેવા વિવિધ કેટેગરી ના ૪૦ થી વધુ એવોર્ડ્‍સથી જૈન પ્રતિભાઓને નવાજશે

રાજકોટઃતા.૮, જૈન ટેલેન્‍ટ બ્રિજ. આ ત્રણ શબ્‍દ હવે સમ્રગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભર માં -ખ્‍યાત બની ગયા છે કારણ કે જૈન ટેલેન્‍ટ બ્રિજ ઍટલે એકતા અવસર અને આગળ વધવાનો ત્રિવેણી સંગમ. આજથી લગભગ એકાદ વર્ષ પહેલા જ અમદાવાદ ના અમ્‌ુક મિત્રો ના મ્‌ન મ્‌ાં એક વિચાર આવ્‍યો કે જૈન સમાજ માં ઘણું બધુ ટેલેન્‍ટ છે જેમને જોબ જોઈએ છે, અને ઘણા વ્‍યવસાયિકો છે કે જેમને જોબ આપવી છે, ઘણા એવા પ્રતિભાશાળી છે કે જેઓ પોતાની રીતે પોતાનું સ્‍ટાર્ટ અપ ઓનલાઇન ઓફલાઇન મોડ માં અનેક પ્રકારના વ્‍યવસાય, ટેલેન્‍ટ દ્વારા ફ્રીલાન્‍સર તરીકે કામ કરી શકે છે.

આ બધા જ જૈન યુવાનો, ઉદ્યોગપતિ ઓ, કઈક નોખું અનોખુ કરવાવાળા ઈનોવેટર્સને એક પ્‍લેટફોર્મ પર જોડી એકબીજા સાથે જોડવાનું જબરદસ્‍ત કામ અને એ પણ કોઈ જાત ના ચાર્જ ફી લવાજમ કે ટોકન વગર સંપૂર્ણ નિશુલ્‍ક સેવા કરવાનું કામ કરી રહ્યું છે જૈન ટેલેન્‍ટ બ્રિજ. આ માટે વિવિધ ક્ષેત્ર ના બાહોશ સેવાવીરો ની આખી ટીમ અમદાવાદ ખાતે બેકએન્‍ડ માં દિવસ રાત કામ કરી રહી છે જેમાં સોફ્‌ટવેર નિષ્‍ણાંત, એડમીન, માર્કેટિંગ જેવી ટીમ ઉપરાંત અનેક મોટા ગજા ના માર્ગદર્શકો પોતાની અમૂલ્‍ય સેવાઓ આપી રહ્યા છે.

આગામી તા.૧૩ જૂન ૨૦૨૬ શનિવારના રોજ અમદાવાદ ખાતેના પ્રખ્‍યાત અમદાવાદ મેનેજમેન્‍ટ એસોશીએશન  હૉલ, વષાાપુર ખાતે સમગ્ર ભારતમાંથી પ્રતિભાશાળી જૈન યુવાનો/સાધર્મિક બંધુ ભગિની કે જેમણે કોઈ વિશેષ આવડત દ્વારા પોતાના ટેલેન્‍ટ દ્વારા સમાજ માં કઈક નોખું અનોખુ કરી આગળ આવેલ છે તેવા તમામનું એક ભવ્‍યાતિભવ્‍ય ટેલેન્‍ટ મંચ હેઠળ અનેક આગેવાનો, નેતાઓ, શુભચિંતકો ની હાજરી માં એવાર્ડ આપી સન્‍માનિત/બહુમાન/અનુમોદના કરવામાં આવશ આ સમારોહ માં જૈન   એક્‍સલન્‍સ ઍવોર્ડ, ગૌરવ એવોર્ડ, ઇનફલૂએન્‍સર અવૉર્ડ, રાઇજિંગ યૂથ ઍવોર્ડ, સમાજ રત્‍ન ઍવોર્ડ તથા જિનશાશન સમિર્પત ટોપ ટટ્‍વેન્‍ટી સંસ્‍થાઓ જેવા વિવિધ કેટેગરી ના ૪૦ થી વધુ એવોર્ડ્‍સથી ઉપરોક્‍ત મલ્‍ટી ટેલેન્‍ટેડ -તિભાઓ/સંસ્‍થાઓને નવાજવામાં આવશે.

 જૈન ટેલેન્‍ટ બ્રિજ ના અભિગમ માટે ખૂબ જ પ્રેરક રહેલ છે. જૈન ટેલેન્‍ટ બ્રિજ હાલ ગુજરાત ના અનેક શહેરો માં કાર્યરત છે જેમાં સૌરાષ્‍ટ્ર-રાજકોટ વિભાગ માટે શરૂઆત થી જ માર્ગદર્શક તરીકે   દિલીપભાઇ દેસાઇ- ડો. તેજસભાઈ શાહ અને યુવા ટીમ ના સહાયક તરીકે ડો. જીનાલી ટોળીયા તથા દ્રષ્ટિ પારેખનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે.

 વિકસિત ભારત માટે જૈન ટેલેન્‍ટ હમેશા કટિબદ્ધ રહે તે માટે જૈન ટેલેન્‍ટ ની ટીમ ના જૈન સમાજ ના આગેવાનો   દેવલભાઈ શેઠ-ટ્રસ્‍ટી શંખેશ્વર તીર્થ,  જિગ્નેશભાઈ મેહતા-ટ્રસ્‍ટી ધાનપ અને મહેન્‍દ્રપુરમ તીર્થ,  કૌશલ શાહ-ટ્રસ્‍ટી-  આણંદજી કલ્‍યાણજી પેઢી પાલિતાણા,  કર્તવ્‍ય શાહ-જૈન એલર્ટ ગ્રુપ,  નિર્વાણ શાહ તપોવન,  સંદીપ સંઘવી-યુનિવર્સલ સોફ્‌ટવેર,  વૈભવ શાહ-મોનાર્ક નેટવર્થ કેપિટલ, માર્ગદર્શક   પ્રકાશભાઇ સંઘવી-રત્‍નમણી ગ્રુપ, આશિષ શાહ-હેત ગ્રાફિક્‍સ તથા શરૂઆત થી જ સમર્પણ ભાવ થી જોડાયેલ યુવા ફાઉન્‍ડર શ્રી યશ શાહ, ધીરલ મેહતા, આયુષી શાહ, મિલોનીબેન શાહ, નિધિબેન શાહ, જામનગર ખાતે શ્રી આદેશભાઈ મેહતા તેમજ અનેક જૈન બંધુ ભગિની જોડાયેલા રહેશે.

વધુ માહિતી માટે જૈન ટેલેન્‍ટ બ્રિજ અમદાવાદ કેન્‍દ્રીય કાર્યાલયના મો ૩૧૬૮૪, ૯૫૧૨૧૨૧૬૮૪ પર સંપર્ક થઈ શકશે, તેમજ રાજકોટ ખાતે ઓવરઓલ માર્ગદર્શક ટીમ ના શ્રી ડો. તેજસ શાહ, શ્રી દિલીપભાઇ દેસાઇ તથા તેમજ યુવા ટીમ નું -તિનિધિત્‍વ માટે યુવા ટેલેન્‍ટ એવા ડો. જીનાલી ટોળિયા તથા શ્રી દ્રષ્ટિ પારેખ કાર્યરત છે તેમ અખબારી યાદીમાં શ્રી ડો. તેજસભાઈ શાહે જણાવેલ છે

(3:34 PM IST)