News of Monday, 8th June 2026
આત્મનિર્ભર પંચાયત અંગે કાલે ગાંધીનગરમાં વર્કશોપ

ગાંધીનગર તા. ૮ : આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (ય્ઞ્લ્ખ્) હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. તે સ્વાયત્ત, આર્થિક રીતે આત્મવિશ્વાસુ પંચાયતોની એક નવી પેઢીનું નિર્માણ કરવાનું વિઝન ધરાવે છે, જેમાંથી દરેક પંચાયત એ ઙ્કદર્શિત કરશે કે આર્થિક સ્વતંત્રતા અને સારું સ્થાનિક શાસન બંને સાથે-સાથે ચાલે છે. મંત્રાલયના વિઝન મુજબ, આત્મનિર્ભર પંચાયત એ આત્મનિર્ભર ભારતનો સૌથી મજબૂત પાયો છે. ગાંધીનગર વર્કશોપ ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમના આઉટરીચની શરૂઆત દર્શાવે છે.
ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય ૯ જૂન રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ; પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતિ મુક્તા શેખર; ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, અને ગુજરાત સરકારના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડો. ગૌરવ દહિયા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO) તથા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ના ઙ્કતિનિધિઓ અને પંચાયતના પ્રતિનિધિઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશે. ગાંધીનગરની આસપાસ આવેલી પાત્ર પંચાયતો રૂબરૂ ભાગ લેશે, જ્યારે તે ત્રિજ્યાથી બહારની પંચાયતો પોતપોતાની કચેરીઓમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જીવંત પ્રસારણમાં જોડાશે. આ આઉટરીચ (સંપર્ક) દ્વારા, મંત્રાલયનો ઉદ્દેશ્ય ગુજરાતભરના ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને ઓપરેશનલ ફ્રેમવર્ક (કાર્યકારી માળખું) રજૂ કરવાનો છે.
ઓછામાં ઓછી રૂ. ૫૦ લાખની પોતાની આવક (બ્રૂઁ લ્ંયશ્વણૂફૂ ય્ફૂરુફૂઁયફૂ - બ્લ્ય્) ધરાવતી ગ્રામ પંચાયતો અને ઓછામાં ઓછી રૂ. ૧ કરોડની બ્લ્ય્ ધરાવતી તાલુકા પંચાયતો, જે બંનેનો કાર્યકાળ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો બાકી હોય, તેઓ આ ચેલેન્જ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્ર છે. પંચાયતી રાજ મંત્રાલયે ગ્રામીણ પ્રોજેક્ટ વિકાસમાં સંસ્થાકીય કુશળતા પૂરી પાડવા અને પાત્ર પંચાયતોને નાણાકીય સહાય સરળ બનાવવા માટે નાબાર્ડ અને હુડકો સાથે ભાગીદારી કરી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
