તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
મોડાસા નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણીમાં વિશ્વાસ પેનલે ભવ્ય વિજય મેળવ્યો
પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવારો જ વિજયી બનતા તેમના સૂપડા સાફ થઈ ગયા

અરવલ્લી જિલ્લાના મોડાસા નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણીમાં વિશ્વાસ પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આશરે 55 ટકા મતદાન નોંધાયું હતું. મોડી રાત્રે મતગણતરી પૂર્ણ થતાં વિશ્વાસ પેનલના ઉમેદવારોએ બહુમતી બેઠકો પર જીત મેળવી હતી. બીજી તરફ પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવારો જ વિજયી બનતા તેમના સૂપડા સાફ થઈ ગયા હતા. બેંકની આ ચૂંટણીના પરિણામોને લઈને સભાસદોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી, જ્યારે વિશ્વાસ પેનલના સમર્થકોએ વિજય બાદ ઉજવણી કરી હતી
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
