<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

અંબાજીમાં કોરિડોર ફેઝ-2 પ્રોજેક્ટ માટે દબાણ હટાવવાની કામગીરી શરૂ :ચાર સ્થળોએ ડેપ્યુટી કલેક્ટરની ટીમ તૈનાત

રેવન્યુ વિભાગ અને ગ્રામ પંચાયત હસ્તકના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

બનાસકાંઠાના અંબાજીમાં કોરિડોર ફેઝ-2 પ્રોજેક્ટ માટે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીને સુચારૂ રીતે પાર પાડવા માટે ચાર અલગ-અલગ સ્થળોએ ડેપ્યુટી કલેક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે. રેવન્યુ વિભાગ અને ગ્રામ પંચાયત હસ્તકના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 30થી વધુ નાના-મોટા તેમજ કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવશે. અગાઉ પણ 89 દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આજે ફરી એકવાર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, વર્ષોથી અહીં વસવાટ કરતા સ્થાનિક લોકો આ કાર્યવાહીથી મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના પુનર્વસન સહિતના પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે.

(11:11 AM IST)