તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
રજાની મજા પુરી : શાળામાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ
૩પ દિવસના ઉનાળુ વેકેશન બાદ સમગ્ર ગુજરાત રાજયની પ૪ હજારથી વધુ શાળાઓના ૧ કરોડ ૧પ હજારથી વધુ છાત્રો ઉત્સાહભેર પ્રથમ સત્રનો પ્રારંભ કર્યો

રાજકોટ, તા., ૮: ૩પ દિવસ ઉનાળુ વેકેશનની રજાની મજા માણ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આજથી પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. છેલ્લા એક માસથી સુમસામ વિદ્યાર્થીઓના કલરવ ગુંજી ઉઠયા હતા.
આજે તા. ૮ જુનથી સમગ્ર ગુજરાત રાજયની પ૪ હજારથી વધુ શાળાઓના ૧ કરોડ ૧પ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર નવા શૈક્ષણીક સત્રમાં જોડાયા છે. પ્રથમ સત્રમાં ૧ર૦ દિવસ અને બીજા શૈક્ષણીક સત્રમાં ૧ર૪ દિવસનું શૈક્ષણીક કાર્ય કરવામાં આવશે.
નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ સમયે જ પાઠયપુસ્તકો પુરતા પ્રમાણમાં મળ્યા નથી. શાળાના વિદ્યાર્થીઓના પુસ્તકો, ટ્રાન્સપોર્ટ, ટયુશન ફી, યુનીફોર્મ સહીતમાં પ થી ર૦ ટકાનો તોતીંગ ભાવવધારો સહન કરી રહયા છે.
૨૦૨૬-ર૭ના શૈક્ષણીક સત્રમાં પ્રથમ સત્રમાં ૮ જુનથી ૪ નવેમ્બર સુધી ૧ર૦ દિવસનું શૈક્ષણીક કાર્ય ચાલશે. તા. પ નવેમ્બરથી રપ નવેમ્બર ર૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે. તા.ર૬ નવેમ્બરથી ૧ર૪ દિવસનું બીજુ સત્ર ચાલશે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
