<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

દાહોદના કાળી મહુડી ગ્રામ પંચાયતના સરપંચ રોહિત નિનામા સસ્પેન્ડ

ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે તંત્રના આ આકરા પગલાંથી સ્થાનિક રાજકારણમાં અને અન્ય ભ્રષ્ટ અધિકારી-પદાધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

દાહોદ જિલ્લામાં ભ્રષ્ટ તત્વો સામે લાલઆંખ કરતાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા એક મોટી વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના કાળી મહુડી ગ્રામ પંચાયતના સરપંચ રોહિત પ્રતાપ નિનામાને નૈતિક અધઃપતનના ગંભીર ગુના હેઠળ દોષિત ઠેરવી સરપંચ પદેથી તાત્કાલિક અસરથી મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. DDOના આ કડક આદેશ બાદ પંચાયતનો વહીવટી ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપી દેવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે તંત્રના આ આકરા પગલાંથી સ્થાનિક રાજકારણમાં અને અન્ય ભ્રષ્ટ અધિકારી-પદાધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(10:36 PM IST)