<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક: સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી

હર્ષભાઈ સંઘવીએ બાકી રહેલા તમામ કામોને સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપી

ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં AMC કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને સાબરમતી કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાબરમતી આશ્રમ પાસે ચાલી રહેલી પ્રોજેક્ટની કામગીરી હવે અંતિમ તબક્કામાં હોઈ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બની રહેલા મ્યુઝિયમ અને વિકાસકાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. 

  બેઠકમાં ગાંધી આશ્રમનો મૂળ હાર્દ અને પવિત્રતા અકબંધ રહે તે રીતે ડેવલપમેન્ટ કરવા અને આ સ્થળે દેશ-વિદેશના વધુમાં વધુ પ્રવાસીઓ કેવી રીતે આવી શકે તેનું સચોટ આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે બાકી રહેલા તમામ કામોને સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપી છે.

(10:32 PM IST)