તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
વડોદરાના વોર્ડ નં.13માં પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ :પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ગોદડીયાવાસમાં ગેરકાયદે લગાવેલી મોટર કાઢતા માથાકૂટ થઈ હતી. ડેપ્યુટી એન્જિનિયર અને કોર્પોરેટર સાથે લોકોને ઉગ્ર બોલાચાલી થઈ હતી

વડોદરા: શહેરના વોર્ડ નં.13માં પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. એક સ્થાનિકના જણાવ્યા અનુસાર ગોદડીયાવાસમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. પૂરતું પ્રેશરથી પાણી ન મળતા લોકોએ મોટર લગાવી છે. ગોદડીયાવાસમાં ગેરકાયદે લગાવેલી મોટર કાઢતા માથાકૂટ થઈ હતી. ડેપ્યુટી એન્જિનિયર અને કોર્પોરેટર સાથે લોકોને ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ ફરિયાદ કરી કે પહેલા પાણીની સમસ્યાનું નિવારણ લાવો પછી મોટર કાઢો. તો આ તરફ કોર્પોરેટરે પલટવાર કર્યો કે પાણીની મોટર કાઢવા દો પછી પૂરતા પ્રેશરથી પાણી મળશે
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
