News of Sunday, 7th June 2026
વડોદરામાં ડાર્ક વેબથી અમેરિકનોનો ડેટા મેળવી ઠગાઈ કરતું ડુપ્લિકેટ કોલ સેન્ટર ઝડપાયું: 4 આરોપીની ધરપકડ
શાતિર આરોપીઓ લોકપ્રિય વેબ સિરીઝથી પ્રેરણા લઈને ડાર્ક વેબના માધ્યમથી અમેરિકાના નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા અને તેમની સાથે છેતરપિંડી કરતા હતા.

વડોદરા શહેરમાં વિદેશી નાગરિકો સાથે સાયબર ઠગાઈ આચરતા એક ડુપ્લિકેટ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ફ્લેટ પર દરોડો પાડીને કરણ લોકવાની, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને આલેરસુલ સૈયદ નામના ૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ શાતિર આરોપીઓ લોકપ્રિય વેબ સિરીઝથી પ્રેરણા લઈને ડાર્ક વેબના માધ્યમથી અમેરિકાના નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ ડિવાઈસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની FSL તપાસ હાથ ધરી છે, તેમજ આ કૌભાંડના તાર રાજ્યના અન્ય શહેરો કે વિદેશ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
