<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

અમદાવાદ મનપા સંચાલિત સ્કૂલોની ચિંતાજનક સ્થિતિ: કરોડોની ગ્રાન્ટ છતાં 5 હાઈસ્કૂલોમાં માત્ર 1100 વિદ્યાર્થીઓ જ નોંધાયા

સુવિધાઓ અને શિક્ષકો હોવા છતાં વર્ગખંડો ખાલી રહેતા શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે કે વાલીઓ હવે સ્કૂલ કરતાં ટ્યુશન ક્લાસીસ પર વધુ નિર્ભર બન્યા

અમદાવાદ શહેરમાં મનપા (AMC) સંચાલિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણના કથળતા સ્તરને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષણ સુધારણાના મોટા-મોટા દાવાઓ અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વચ્ચે શહેરની પાંચ સરકારી હાઈસ્કૂલોમાં માત્ર ૧૧૦૦ જેટલા જ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાંથી રોજની સરેરાશ હાજરી માંડ ૨૫ થી ૩૪ ટકા જ રહે છે. સુવિધાઓ અને શિક્ષકો હોવા છતાં વર્ગખંડો ખાલી રહેતા શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે કે વાલીઓ હવે સ્કૂલ કરતાં ટ્યુશન ક્લાસીસ પર વધુ નિર્ભર બન્યા છે. બીજી તરફ, આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે સરકાર માત્ર પ્રવેશોત્સવ જેવા ઉત્સવો અને તાયફાઓમાં વ્યસ્ત છે પરંતુ શાળાઓમાં પાયાની માળખાગત સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ રહી છે

(6:46 PM IST)