તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે ૮ જૂનથી ૩૦ જૂન દરમિયાન રાજ્યવ્યાપી "લેપ્રસી કેસ ડિટેકશન" કાર્યક્રમ હાથ ધરાશે
રાજ્યના ૧૨ પ્રાયોરિટી જિલ્લાઓના ૯૮ તાલુકા-વોર્ડમાં ૧૫,૯૪૧ ટીમો દ્વારા અંદાજીત ૨ કરોડથી વધુ નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે:અન્ય ૨૨ જિલ્લાઓના ૧૭૫ તાલુકા-વોર્ડમાં તા. ૮ થી ૧૮ જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે: ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરુષ વોલેન્ટીયર્સની વિશેષ ટીમો દ્વારા સ્ક્રીનિંગ કરાશે

ગાંધીનગર :રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે ૮ જૂનથી ૩૦ જૂન દરમિયાન રાજ્યવ્યાપી "લેપ્રસી કેસ ડિટેકશન" કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર અને સહાય મળી રહે તે હેતુથી સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓના સહકાર સાથે આ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે બે સ્તરે સર્વેલન્સ હાથ ધરાશે. આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ વોલેન્ટીયર્સની વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમો પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરશે અને નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે.
રાજ્યના નિયત કરેલા ૧૨ પ્રાયોરિટી જિલ્લાઓ જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તથા વડોદરા અને સુરત કોર્પોરેશનના કુલ ૯૮ તાલુકા-વોર્ડમાં આ અભિયાન ચાલશે. અહીં ૧૫,૯૪૧ ટીમો દ્વારા અંદાજીત ૨,૦૧,૯૫,૪૫૫ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
રાજ્યના અન્ય નિયત કરેલા ૨૨ જિલ્લાઓ તા. ૮ થી ૧૮ જૂન સુધી અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર, ખેડા, પાટણ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર અને વાવ-થરાદ તેમજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ કોર્પોરેશન સહિતના ૧૭૫ તાલુકા/વોર્ડમાં આ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ૬,૧૫૮ ટીમો દ્વારા અંદાજીત ૫૪,૫૪,૧૬૩ નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે.
સર્વે દરમિયાન જો કોઈ પણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડીકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવશે
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
