તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
ખેડૂતો માટે ખાતર મેળવવા નવી ‘ફ્રેમવર્ક' પધ્ધતિ
ખેડૂતોને ડીઝીટલ લેન્ડ રેકર્ડ સાથે જોડી ઓનલાઇન વિતરણ વ્યવસ્થા : જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહેશેઃ નોંધણી માટે સરકારની ઝુંબેશ

રાજકોટ, તા., ૬: રાજય સરકાર દ્વારા ખેડુતોને જરૂરીયાત મુજબ રાસાયણીક ખાતર સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારની નેશનલ ફર્ટીલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક પધ્ધતી અમલમાં મુકવાનું નક્કી કરવામાં આવ્યુ઼ છે. કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૪ જુન ર૦ર૬ના દિવસે વિભાગના નાયબ સચિવ (કૃષિ) શ્રી નરેન્દ્ર વાઘેલાની સહીથી આ અંગે વિગતવાર પરીપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં જણાવાયું છે. કાળજીપૂર્વકની વિચારણાને અંતે, રાજ્યમાં ભારત સરકાર દ્વારા National Fertilizer Sales Framework અંગે જરૂરી અમલીકરણ કરવામાં આવે ત્યારે, નીચે મુજબની કાર્યપધ્ધતિ અમલમાં મુકવા ઠરાવવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા અમલી થનાર National Fertilizer Sales Framework માં મુખ્ય કામગીરી એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રીને ડીઝીટલ લેન્ડ રેકર્ડ સાથે તમામ ખેડુતોને જોડી ફાર્મર આઈ.ડી. જનરેટ કરી તેના આધારે ખાતર ઓનલાઈન વિતરણ વ્યવસ્થાની આ કાર્યપદ્ધતિના અમલીકરણ માટે રાજય સરકારશ્રીએ પૂર્વતૈયારીના ભાગરૂપે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
૧. ફાર્મર રજીસ્ટ્રેશન
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં ફાર્મર રજીસ્ટ્રી અમલીકરણ માટે કળષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી ઝુંબેશ સ્વરુપે કાર્યવાહી કરવાની રહેશે.
વારસાઈ ન થયેલ/કરાવેલ ખેડુતોનાા કિસ્સામાં ખેડૂત પુત્રને ખાતર મળી રહે તે માટે તેમનું પેઢીનામા સાથે ઓનલાઇન ખાતર મેળવવા અરજી કરે ત્યારે, મામલતદાર દ્વારા નિયુકત કરવામાં આવે તેવા તલાટી સમકક્ષ અથવા તેનાથી ઉપરી કક્ષાના અધિકારી/ કર્મચારી દ્વારા ખરાઇ કરવામાં આવે અને તે આધારે ખાતરની ખરીદી થાય તેવો સિસ્ટમમાં ઓપ્શન ઉપલબ્ધ કરાવવાનો રહેશે.
કેટલાક કિસ્સામાં મુળ માલિક વતનથી દૂર રહેતા હોય છે (અન્ય શહેરમાં/વિદેશમાં વગેરે) અને જમીનમાં ભાડુઆત/ભાગીયા દ્વારા ખેતી થતી હોય છે. આવા કિસ્સામાં જમીન વાવતા ભાડુઆત/ભાગીયાની ખેડૂત તરીકે ૭/૧૨ તથા ૮-અ માં નોંધણી હોતી નથી. આવા કિસ્સામાં ભાડુઆત/ભાગીયાને ખાતર મળી રહે તે માટે મુળ માલીક દ્વારા ઓનલાઇન સિસ્ટમમાં પોતાના લેન્ડ રેકર્ડ મુજબની જમીન માટે જે તે ભાડુઆત/ભાગીયાને ખાતર ખરીદવા ઓનલાઇન ઓથોરાઇઝ્ડ કરવાના રહેશે અને તેના માટે સિસ્ટમમાં જરૂરી ઓપ્શન ઉપલબ્ધ કરાવવાનો રહેશે. તેમ પરિપત્રમાં જણાવાયું છે. ઉપરાંત પરિપત્રમાં અન્ય વિગતો પણ દર્શાવાયેલ છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
