<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

સોમવારથી શાળામાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ

૩૫ દિવસના ઉનાળુ વેકેશનની રજાની મજા પુર્ણ : ઉનાળુ ગરમી-ઇંધણ બચાવવા વેકેશન લંબાવવાની ચર્ચાનો અંત : સોમવારથી શાળામાં ફરી ગુંજશે વિદ્યાર્થીઓનો કલરવઃ છેલ્લી ઘડીએ પાઠય પુસ્‍તક-યુનિફોર્મ ખરીદવા ઘસારો

રાજકોટ, તા., ૬ : શાળાઓમાં વેકેશનનો આવતીકાલે છેલ્લો દિવસ. સોમવાર તા. ૮-૬-ર૦ર૬થી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઇ રહયો છે. નવા શૈક્ષણીક સત્રમાં જોડાવા વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ છવાયો છે.

ગુજરાત રાજયમાં પ્રાથમીક-માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓમાં શૈક્ષણીક એક સુત્રતા જળવાઇ તે માટે શૈક્ષણીક કેલેન્‍ડર બનાવવામાં આવ્‍યું છે. ગુજરાતભરમાં તા.૬ જુન સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થશે. વિદ્યાર્થી-વાલીઓ દ્વારા છેલ્લી ઘડીએ પાઠયપુસ્‍કતકો-યુનિફોર્મ સહિતની ખરીદી કરી રહયા છે.

શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ફી, ટયુશન ફી, યુનિફોર્મ, પાઠય પુસ્‍તકો તેમજ સ્‍કુલ બસ ટ્રાન્‍સપોર્ટમાં પ થી ર૦ ટકાનો તોતીંગ વધારાનો સામનો કરી રહયા છે.

છેલ્લા એક માસથી બંધ શાળાઓ સોમવારથી વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠશે.

ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી  શૈક્ષણીક સત્ર માટે શિક્ષણ કાર્ય અને વેકેશનનું કેલેન્‍ડર જાહેર કર્યુ છે. જેમાં શાળાઓ માટે પ્રથમ સત્ર તા. ૮-૬-ર૬ થી તા.૪-૧૧-ર૬ દરમિયાન ૧ર૦ દિવસનું શૈક્ષણીક કાર્ય રહેશે. તા.પ-૧૧-ર૦ર૬ થી તા.રપ-૧૧-ર૦ર૬ એમ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે. જયારે દ્વિતીય સત્ર તા.ર૬-૧૧-ર૬ થી તા. ર-પ-ર૭ દરમિયાન ૧ર૪ દિવસનું શૈક્ષણીક કાર્ય રહેશે. તા.૩-પ-ર૭ થી તા. ૬-૬-ર૭  એમ ૩પ દિવસનું શિયાળુ વેકેશન રહેશે.

છેલ્લા એક માસથી સમગ્ર ગુજરાત રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઇંધણ બચાવવા માટે ઓનલાઇન શિક્ષણ અથવા વેકેશન લંબાવવાની ચર્ચા અને રજુઆત થઇ હતી. પરંતુ તા.૮-૬-ર૬ના સોમવારથી શાળાઓનું નવુ પ્રથમ શૈક્ષણીક સત્ર શરૂ થતા ચર્ચાનો અંત આવ્‍યો છે. 

 

(1:48 PM IST)