તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
ગુજરાતની ફાર્માકેપિટલમાં ડ્રગ્સ-હવાલા નેટવર્કના આરોપો અત્યંત ગંભીરઃ કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી

રાજકોટઃ તા.૬: ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્મા ઉત્પાદન કેન્દ્ર છે. શું સરકાર સમગ્ર મામલે ‘‘વ્હાઇટ પેપર'' જાહેર કરીને જણાવશે કે કઈ કંપનીઓ તપાસ હેઠળ છે, કેટલા પ્રમાણમાં ગેરકાયદે નિકાસ થઈ અને નિયમનકારી તંત્ર કયાં નિષ્ફળ ગયું? શું આ કંપનીઓને કોઈ ભાજપ નેતા અથવા રાજકીય પ્રભાવશાળી વ્યક્તિનું સંરક્ષણ મળતું હતું? છેલ્લા ૧૦ વર્ષમાં આ કંપનીઓના માલિકો અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતો અને વ્યવસાયિક સંબંધોની તપાસ થશે? વાસવાલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ઉઠાવ્યા છે.
તેઓ જણાવ્યુ છે રાજકોટના હડમતાળાની ફાર્મા કંપનીમાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો અત્યંત ચિંતાજનક છે. ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કેન્દ્ર ગણાય છે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયાના ગેરકાયદે નાણાકીય વ્યવહારો, શંકાસ્પદ દવા નિકાસ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથેના સંભવિત સંબંધો સમગ્ર રાજ્યની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
જો ગુજરાતના સુરત, અંકલેશ્વર અને અન્ય ફાર્મા હબમાં આવેલી કંપનીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું EDની તપાસમાં સામે આવ્યું છે, તો રાજ્ય અને કેન્દ્રના ડ્રગ કન્ટ્રોલ વિભાગો આ ગેરકાયદે પ્રવળત્તિઓને વર્ષો સુધી શોધી કેમ શકયા નહીં? શું તપાસ હેઠળ આવેલી ફાર્મા કંપનીઓના માલિકો, ડિરેક્ટરો અથવા તેમના સંબંધિત વ્યક્તિઓએ ભાજપ અથવા અન્ય રાજકીય પક્ષોને ફંડિંગ કર્યું છે? સરકાર આ સંબંધોની સંપૂર્ણ માહિતી જાહેર કરશે? શું આ માત્ર વહીવટી નિષ્ફળતા છે કે પછી કોઈ પ્રભાવશાળી લોકોના આશીર્વાદ હેઠળ આ સમગ્ર નેટવર્ક કાર્યરત હતું? તેવા સવાલો ડો.મનીષ દોશીએ ઉઠાવ્યા છે.
ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવવામાં આવે છે, પરંતુ જો ગુજરાતની ધરતી પરથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને શંકાસ્પદ દવા નેટવર્કના તાર જોડાતા હોય તો માત્ર કંપનીના સંચાલકો જ નહીં, તેમને સંરક્ષણ આપનાર દરેક વ્યક્તિને કાયદાના સકંજામાં લાવવી જોઈએ. તેમ અંતમાં ડો. મનિષ એમ. દોશીએ જણાવ્યુ છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
