તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
હવે, ઉમેદવારોની રેલીઓમાં પણ ભાડૂતી ભીડ જોવા મળશે!
હાલમાં અંદાજે રૂા.૯૦૦માં ૮ કલાક માટે ભાડૂતી કાર્યકરો ઉપલબ્ધ થઈ રહ્યાં છે

વડોદરા,તા.૧૪: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અનેક વિસ્તારોમાં અસંતોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘણાં નવા ઉમેદવારોને પોતાના વિસ્તારમાં પૂરતો સહકાર મળતો નથી.
સ્થિતિ એવી ઉભી થઈ છે કે, કેટલાક ઉમેદવારોની રેલીઓમાં સ્થાનિક કાર્યકરો જવા તૈયાર નથી. જેના કારણે પ્રચાર અભિયાનમાં ખાલીપો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આ ખાલીપો પુરો કરવા ચૂંટણી પ્રચારમાં ‘‘ભાડૂતી કાર્યકરો' લાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, નિヘતિ સમય માટે નક્કી કરેલા દરે ભાડૂતી કાર્યકરો ઉપલબ્ધ થઈ રહ્યાં છે. જે ઉમેદરવાર સાથે રેલીઓમાં જોડાય છે, પ્રચાર કરે છે. સૂત્રોચાર કરી હાજરી દેખાડે છે. હાલમાં અંદાજે રૂા. ૯૦૦માં ૮ કલાક માટે ભાડૂતી કાર્યકરો ઉપલબ્ધ થઈ રહ્યાં છે. જોકે, બજારમાં બારગેનિંગ પણ ચાલે છે. છેલ્લા રૂા. ૭૦૦માં પણ ભાડૂતી કાર્યકરો આવવા તૈયાર થઈ જાય છે. જેમાં તેમના માટે વાહનમાં પેટ્રોલ અને એક ટાઈમ જમવાની વ્યવસ્થા પણ ઉમેદવારે જ કરી આપવાની હોય છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
