તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
વડોદરામાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદન બાદ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો
લાખાવાલાએ વડોદરાની ઈમેજ બગડ્યાનું નિવેદન આપતા વિવાદ:વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ વળતો જવાબ આપ્યો

વડોદરા શહેરમાં પૂર્વ પ્રધાન ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લાખાવાલાએ વડોદરાની ઈમેજ બગડ્યાનું નિવેદન આપતા વિવાદ સર્જાયો હતો, જેના પર વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ વળતો જવાબ આપ્યો છે. શુક્લાએ સ્પષ્ટ કર્યું કે ભૂપેન્દ્ર લાખાવાલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે અધિકૃત પ્રવક્તા નથી અને તેમનું નિવેદન સંપૂર્ણપણે વ્યક્તિગત છે, પાર્ટીનો તેમાં કોઈ રોલ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે લાખાવાલાને પાર્ટીએ કોઈ પણ પ્રકારની નિવેદન આપવાની સત્તાવાર જવાબદારી સોંપી નથી. શુક્લાના જણાવ્યા મુજબ, આવા નિવેદનોનો પાર્ટી પર કોઈ અસર નહીં પડે. મનપાના પૂર્વ શાસન સંબંધિત મુદ્દે ભાજપના નેતાઓ વચ્ચે જ વિરોધાભાસ જોવા મળતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
