તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Monday, 13th April 2026
રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન આકરી ગરમીનો પ્રકોપ રહેશે :સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની ચેતવણી: યલો એલર્ટ જાહેર
આગામી 48 કલાક રાજ્યભરમાં ગરમીનું જોર વધુ રહેશે:નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ

અમદાવાદ :રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે ગરમીની અસર વધુ વર્તાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. હિટવેવની શક્યતાને ધ્યાનમાં રાખીને આ બંને વિસ્તારો માટે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાક રાજ્યભરમાં ગરમીનું જોર વધુ રહેશે, જેથી નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
