<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ભાજપ દ્વારા ભરૂચ જિલ્લામાં ચૂંટણી જંગ માટે ઉમેદવારોના નામની જાહેરાત : જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકા બેઠકો માટે મુરતિયા નક્કી : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભરૂચ જિલ્લાના તમામ સ્તરના ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી : પક્ષે નવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જાળવ્યું

 ભરૂચ:  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લામાં પોતાના પત્તા ખોલી દીધા છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાના વોર્ડ મુજબ ઉમેદવારોના નામ જાહેર થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

 

 જિલ્લા પંચાયતના મુખ્ય ઉમેદવારો:

ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં આછોદ બેઠક પરથી શ્રીમતી મીનાક્ષીબેન ધર્મેન્દ્રસિંહ રાજ, અંદાડાથી શ્રીમતી ગીતાબેન અરવિંદભાઇ વસાવા, ભાડભૂતથી શ્રીમતી કમિર્ષાબેન જીતેનકુમાર પટેલ અને ભડકોદરાથી અજીતભાઈ ચીમનભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. તે જ રીતે, ઝાડેશ્વર બેઠક પર વિપુલ મહેન્દ્રભાઈ પટેલ, પાલેજથી શ્રીમતી અનસુયાબેન સોમાભાઈ વસાવા અને વાગરા બેઠક પરથી શ્રીમતી શાહીનાબાનુ મુસ્તાકભાઈ રાજ ચૂંટણી લડશે.

 

 તાલુકા પંચાયતોમાં પક્ષનો દાવ:

જંબુસર તાલુકા પંચાયતમાં ભડકોદ્રા બેઠક પર સમીર શફીક પટેલ અને દેવલા બેઠક પર શ્રીમતી વહિદા ઇકબાલ રાજને મેદાનમાં ઉતારાયા છે. આમોદ તાલુકા પંચાયતમાં આછોદ-૨ બેઠક પરથી શ્રીમતી ફરજાનાબાનુ યાસીન પટેલ અને સમની બેઠક પર શ્રીમતી હિનાબા દિગ્વિજયસિંહ રાઠોડની પસંદગી થઈ છે. અંકલેશ્વરમાં ગડખોલ-૧ બેઠક પર જગદીશભાઇ ઠાકોરભાઈ વસાવા અને સજોદ બેઠક પર શ્રીમતી ભાવિકાબેન નિમેશકુમાર પટેલ ચૂંટણી લડશે.

 

 ભરૂચ નગરપાલિકાના વોર્ડ વાઈઝ મુરતિયા:

ભરૂચ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે પણ ઉમેદવારો જાહેર કરાયા છે. વોર્ડ નં-૧ માં શ્રીમતી રીમા નરેશ મૈસુરિયા અને આસીફ અબ્દુલ સોલંકીને ટિકિટ મળી છે. વોર્ડ નં-૨ માં શ્રીમતી નીલમબેન જીગ્નેશભાઈ ટેલર અને વોર્ડ નં-૩ માં શ્રીમતી રચિતા રાકેશકુમાર મોદીનો સમાવેશ થાય છે. વોર્ડ નં-૧૦ માં શ્રીમતી અંકિતા કરણભાઈ સોલંકી અને શ્રીમતી તસ્લીમ કૈઝાર ઘડિયાળીની પસંદગી કરવામાં આવી છે.

 

આ જાહેરાત સાથે જ ભાજપે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે અને તમામ ઉમેદવારોને જીત માટે કમર કસવા આદેશ અપાયા છે.

 

વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...

(10:37 AM IST)