<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ડભોઇના રાજકારણમાં મોટો ઉલટફેર: ભાજપમાં ગયેલા ત્રણ નેતાઓની ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસમાં ‘ઘરવાપસી’

ચૂંટણી ટાણે જ ભાજપમાં જોડાયેલા નેતાઓના આકસ્મિક યુ-ટર્નથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી

ડભોઇના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. ગત સોમવારે જ કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરનારા ત્રણ નેતાઓએ પક્ષપલટાના ટૂંકા ગાળામાં જ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ નેતાઓની નારાજગીનું મુખ્ય કારણ સીમડીયા જિલ્લા પંચાયત બેઠક પર અશ્વિન પટેલના પુત્રને ટિકિટ આપવામાં આવતા હોવાનું મનાઈ રહ્યું છે. ટિકિટ વિતરણથી અસંતોષ વ્યક્ત કરી આ નેતાઓ ફરી પોતાના જૂના પક્ષમાં પરત ફર્યા છે. ચૂંટણી ટાણે જ ભાજપમાં જોડાયેલા નેતાઓના આકસ્મિક યુ-ટર્નથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

 

(1:10 AM IST)