<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમદાવાદમાં ફેક પેમેન્ટના સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી આચરતો રીઢો ગુનેગાર ઝડપાયો

આરોપી પાસેથી અલગ-અલગ જગ્યાએથી મેળવેલો અંદાજે 10.87 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ રિકવર કરાયો

અમદાવાદમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરી વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા ઘાટલોડિયાના એક રીઢા ગુનેગારને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે. રૂષિલ ઉર્ફે રાજ શાહ નામનો આ શખ્સ વેપારીઓ પાસેથી કિંમતી માલની ખરીદી કર્યા બાદ પેમેન્ટના ફેક સ્ક્રીનશોટ બતાવી વિશ્વાસમાં લેતો અને માલ હડપી લેતો હતો. પોલીસની તપાસમાં આરોપી પાસેથી અલગ-અલગ જગ્યાએથી મેળવેલો અંદાજે 10.87 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અગાઉ પણ અનેક છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેના દ્વારા કરવામાં આવેલા અન્ય વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરી છે.

(1:02 AM IST)