<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ખેડામાં ચૂંટણી પૂર્વે ભાજપમાં મોટું ભંગાણ: પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાશે

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ટૂંક સમયમાં વિધિવત રીતે કોંગ્રેસનો પંજો પકડશે.

ખેડા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત મળી રહ્યા છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ટૂંક સમયમાં વિધિવત રીતે કોંગ્રેસનો પંજો પકડશે. ઉલ્લેખનીય છે કે, દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ક્ષત્રિય અને ઠાકોર મતદારો પર મજબૂત પકડ ધરાવતા કેસરીસિંહના કોંગ્રેસમાં જોડાવાથી ખેડા જિલ્લામાં ભાજપના ગઢમાં ગાબડું પડી શકે છે, જેને પગલે આગામી ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બનશે.

(12:29 AM IST)