<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

મહેસાણામાં ચૂંટણી પૂર્વે મરતોલી ગામના પાટીદારોનો પક્ષપલટો: 100થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

પાટીદાર બહુલ વિસ્તારોમાં આ મોટા પક્ષપલટાથી ભાજપના ગઢમાં ગાબડું પડવાની શક્યતા

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તે પૂર્વે જ રાજકીય ગરમાવો આવ્યો છે. મરતોલી ગામના 100 થી વધુ પાટીદારોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ટિકિટ વિતરણ અને આંતરિક ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ પાટીદાર આગેવાનો પક્ષમાં જોડાતા મહેસાણાનું રાજકારણ રસાકસીભર્યું બન્યું છે. પાટીદાર બહુલ વિસ્તારોમાં આ મોટા પક્ષપલટાથી ભાજપના ગઢમાં ગાબડું પડવાની શક્યતા સેવાઈ રહી છે.

(11:44 PM IST)