<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો : ભાજપે જીલ્લા, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી : જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ઉમેદવારોના નામો પર આખરી મહોર મરાઈ : તમામ બેઠકો પર નવા-જૂના ચહેરાઓનું સંતુલન જાળવવાનો પક્ષનો પ્રયાસ

ગાંધીનગર: સાબરકાંઠા જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે આ નામો નક્કી કરવામાં આવ્યા છે.

 

જીલ્લા પંચાયતની ૩૪ બેઠકોના ઉમેદવારો જાહેર:

સાબરકાંઠા જીલ્લા પંચાયતની બેઠકો માટે પક્ષે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને મજબૂત ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. જેમાં મુખ્ય નામો નીચે મુજબ છે:

  આગિયા: રિનાબેન અમિતભાઈ પટેલ

  આંત્રોલીવાસ દોલજી: ધીરેનકુમાર મનુભાઇ અસારી

  બડોદરા: શ્રીમતી પુષ્પાબેન વિરલસિંહ ઝાલા

  બડોલી: શ્રીમતી ડાહીબેન નરસિંહભાઈ પટેલ

  બાલીસણા: શ્રીમતી નીરૂબા રાજેન્દ્રસિંહ ઝાલા

  ચંદ્રાણા: શ્રીમતી કેરીબેન માલજીભાઈ ગમાર

  દંત્રાલ: રૂમાલભાઈ અરજણભાઈ ધ્રાન્ગી

  દેમતી: ઉપાસનાબેન રાજેન્દ્રભાઈ પ્રજાપતિ

  દોલતાબાદ: મોતીસિંહ બાદરસિંહ રાઠોડ

  ગોલવાડા: શ્રીમતી કવિતાબેન મનીષભાઈ શાહ

  ગોરલ: દશરથભાઈ મગનભાઈ પરમાર

  હડિયોલ: શ્રીમતી હર્ષાબેન લાલાભાઈ વસુન

  ઇલોલ: શ્રીમતી વીણાબેન રૂપાજી ડામોર

  જાદર: દીવાનજી શંકરજી ઠાકોર

  જામળા: નારાયણભાઈ કેશરભાઈ પટેલ

  કડિયાદરા: શ્રીમતી ભગવતીબેન વસંતભાઈ પટેલ

  કણાદર: હરીશકુમાર મણીલાલ પટેલ

  કાંકણોલ: શ્રીમતી મનીષાબેન અક્ષયકુમાર સોલંકી

  કેશરપુરા: શ્રીમતી રેખાબેન જીવાભાઇ દામા

  ખેડવા: શ્રીમતી પુલકીબેન પોપટભાઈ સોલંકી

  કોટડા: શ્રીમતી સોનલબેન મોહનભાઈ સોલંકી

  લક્ષ્મીપુરા: હિતેન્દ્રસિંહ કરણસિંહ ચૌહાણ

  મહોર: શ્રીમતી સુમીત્રાબેન લાલસિંહ ચૌહાણ

  મોયદ: રાજેશકુમાર મણીલાલ પટેલ

  નાદરી: શ્રીમતી નિશાબેન નરેશભાઈ પટેલ

  પરોસડા: શ્રીમતી બબુબેન પનાભાઈ રબારી

  પાટડીયા: અબુરભાઇ લાધાભાઈ મકવાણા

  પુંસરી: મહેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલ

  રાયગઢ: શ્રીમતી દક્ષાબેન ઘનશ્યામભાઈ પટેલ

  સીતવાડા: શ્રીમતી કર્ણવતીબા મહેન્દ્રસિંહ રાઠોડ

  સોનાસણ: મેહુલકુમાર લાલભાઇ ડામોર

  વકતાપુર: અલ્કેશભાઇ રાયસીંગભાઈ ભાંભોર

  વિજયનગર: મયુરકુમાર પોપટલાલ શાહ

  વિરાવાડા: હિમાંશુ ધીરૂભાઈ નિનામા

 

તાલુકા પંચાયતોમાં પણ ઉમેદવારોની ફોજ તૈયાર

હિંમતનગર, તલોદ, ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, પ્રાંતિજ અને પોશીના તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

 

  હિંમતનગર તાલુકા પંચાયત: રાખીબેન રાઠોડ, શક્તિસિંહ પરમાર, અરૂણાબેન પટેલ, ગંગાબેન સોલંકી, ભારતસિંહ ઝાલા, સંગીતાબા ઝાલા, ડાહીબેન ઠાકોર, કિરણબા ઝાલા, મમતાબેન પરમાર, મિત્તલબેન ભુનાતર, અળખુસિંહ પરમાર, જગતસિંહ મકવાણા, વાલજીભાઈ રબારી, દેવુસિંહ ઝાલા, કિરીટકુમાર પટેલ, કોકીલાબેન વણકર, વિક્રમબા પરમાર, નરેશસિંહ ડાભી, શાંતાબેન વણઝારા, જતિનકુમાર પટેલ, નિર્મલકુમાર પટેલ, સંદિપકુમાર પટેલ, લક્ષ્મણભાઈ ખરાડી, અર્જુનસિંહ રાઠોડ, સરોજબેન ચૌહાણ, ઉષાબેન પટેલ, નરેશભાઈ પરમાર અને શહેનાઝબાનુ કંડીયાનો સમાવેશ થાય છે.

 

  તલોદ તાલુકા પંચાયત: રણજીતસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ ઝાલા, આશાબા ઝાલા, પુંજીબા ઝાલા, પ્રિયંકાબેન સોલંકી, પિકીંબા ઝાલા, અર્પિતાબેન પટેલ, રણજીતસિંહ ઝાલા, ગુજરાતસિંહ ઝાલા, હર્ષદકુમાર વણકર, કનુસિંહ ઠાકોર, ભવાનસિંહ ઝાલા, પ્રધાનસિંહ રાઠોડ, મહેન્દ્રકુમાર ચૌધરી, હંસાબેન પરમાર, વિષ્ણુસિંહ વાઘેલા, સુધાબેન પરમાર, કપિલાબેન પટેલ, સજ્જનબા રાઠોડ અને કૈલાશબેન ચમારને ટિકિટ અપાઈ છે.

 

  ઇડર તાલુકા પંચાયત: ભાવિકાબેન પટેલ, રાકેશકુમાર પટેલ, નિરૂબા કાનડિયા, દિપીકાબેન પટેલ, ભરતકુમાર ચૌધરી, પાર્થકુમાર પટેલ, રેખાબેન રાઠોડ, વિષ્ણુબેન ચૌહાણ, મણીબેન રબારી, સુધીરભાઈ ચેનવા, મેઘા ચૌધરી, અમૃતજી ઠાકોર, જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, રાજેશકુમાર રાઠોડ, વિપુલકુમાર ઠાકોર, કેશુભાઈ પટેલ, યાકુબભાઈ દાંત્રોલિયા, ભારતીબેન પટેલ, પુનાભાઇ મનાત, નરેશભાઈ પટેલ, દક્ષાબેન કોટડીયા, ભાગ્યેશભાઈ પટેલ, દિવ્યાબેન ચૌધરી, કૈલાસબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, જયશ્રીબેન વણકર, ચેતનાબેન પટેલ અને કોકિલાબેન ચૌહાણની પસંદગી કરાઈ છે.

 

  ખેડબ્રહ્મા તાલુકા પંચાયત: રમેશભાઈ અંગારી, મીલાબેન ખોખરીયા, વિનોદકુમાર પટેલ, શર્મિલાબેન પારગી, રમેશભાઈ સોલંકી, અસીલાબેન ડામોર, મનિશાબેન ગમાર, શામલભાઈ ચેનવા, જમનાબેન તરાલ, સુખીબેન ખોખરીયા, બચુભાઈ ગમાર, ગીતાબેન પારઘી, લલિતભાઈ પરમાર, જયોત્સનાબેન ખોખરીયા, મોદણબેન પરમાર, જવીબેન બુમ્બડીયા, સુમિત્રાબેન મકવાણા, પ્રવિણભાઈ ગમાર, સવતીબેન પગી અને અમીનાબેન પરમાર મેદાનમાં છે.

 

નગરપાલિકાઓમાં પણ રસાકસી:

હિંમતનગર, વડાલી અને ઇડર નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકામાં ગાયત્રીબેન વા઱ૂંદ, તોજલ રાવલ, સાવન ડોડીયાર, ગોપાલસિંહ રાઠોડ, શુચિ શાહ, નીતા પટેલ, રાજુભાઈ દેસાઈ, રાજેશકુમાર શર્મા જેવા નામો મુખ્ય છે. વડાલી નગરપાલિકામાં કોમલબેન મોડાસીયા, શીતલબેન પ્રજાપતિ, દિનેશભાઈ સગર, બાબુભાઈ સગર, ભાવનાબેન સગર, શર્મિલાબેન કડિયા, મહેન્દ્રકુમાર પંડ્યા અને કુમુદચંદ્ર પટેલ જેવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

 

આ જાહેરાત સાથે જ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને હવે ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારમાં પ્રચારકાર્યમાં જોતરાશે.

 

સંપૂર્ણ સૂચિ વિગતવાર જોવા માટે આ સાથે આપેલી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...

(11:22 PM IST)