તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ નામો પર મહોર મરાઈ : જુઓ સંપૂર્ણ યાદી
કમલમ ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગોતાથી રામોલ સુધીના તમામ વોર્ડમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો સાધીને નવા અને જૂના ચહેરાઓને ટિકિટ ફાળવવામાં આવી

ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના મુખ્ય મથક 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ગહન ચર્ચા-વિચારણા કર્યા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી છે. કુલ 9 પાનાની વિસ્તૃત યાદીમાં શહેરના તમામ 48 વોર્ડની બેઠકો પર સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા કરવામાં આવી છે.
વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોના નામની વિગતવાર માહિતી:
વોર્ડ ૧ થી ૧૦:
ગોતા: હિનાબેન ભીખાભાઈ પટેલ, પાયલબેન ધર્મેન્દ્રભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભીખાભાઈ પ્રજાપતિ અને કેતનકુમાર બાબુલાલ પટેલ.
ચાંદલોડીયા: ડૉ. બિંદુબેન વિમલકુમાર કુકડીયા, રાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલ, ભુપેન્દ્રભાઈ શંકરભાઈ પંચાલ અને નંદુભાઈ અમૃતલાલ પટેલ.
ચાંદખેડા: પાયલબેન વિજયભાઈ મોહનિયા, રીટાબેન રાજેન્દ્રભાઈ પટેલ, યશકુમાર જ્યંતિલાલ જાદવ અને અતુલ મિશ્રા.
સાબરમતી: ખુશ્બુબેન દશરથભાઈ પરમાર, અંજુબેન મીત્રંજન શાહ, નીરજ મનસુખલાલ ગજ્જર અને ચેતનભાઈ ચીનુભાઈ પટેલ.
રાણીપ: ભાવિ પથિકભાઈ પંચાલ, વર્ષાબેન રાજેશભાઈ પટેલ, ભાવિનકુમાર અમૃતલાલ પટેલ અને મહેશભાઈ રમેશભાઈ પટેલ.
નવા વાડજ: નિધિ જયદીપ વાઘેલા, અનીતાબેન મુકેશભાઈ પટેલ, રાજેશભાઇ ભાઇલાલભાઈ પટેલ અને વિરાટ જનકરાય પુરોહિત.
ઘાટલોડીયા: જાગૃતિબેન જયમીનભાઈ પંડ્યા, રીન્કુ બિમલકુમાર પટેલ, મયુર રમણીકભાઈ ગોહિલ અને પ્રવિણભાઈ અંબાલાલ પટેલ.
થલતેજ: રીટાબેન મનુજી ઠાકોર, દેવળબેન સમીરકુમાર પટેલ, અલ્પેશ શાંતિલાલ મકવાણા અને હિતેશભાઈ કાન્તિલાલ બારોટ.
નારણપુરા: કનકબેન ભાવીનભાઈ નકુમ, પુર્વિકાબેન જતીન પટેલ, અમિત વિનોદભાઈ પરમાર અને દર્શન જશવંતલાલ શાહ.
સ. ૨ સ્ટેડિયમ: વર્ષાબેન પીનાકીનભાઈ સોલંકી, દીપલબેન હાર્દિકભાઈ પટેલ, જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરિયા અને રાકેશ નવિનચંદ્ર પરીખ.
વોર્ડ ૧૧ થી ૨૦:
સરદારનગર: મંજુલાબેન ચૌહાણ, ડીમ્પલબેન દેવાનંદ વરીન્દાની, ચંન્દ્રપ્રકાશ મુરલીભાઈ ખાનચંદાની અને કમલેશભાઈ રામાભાઈ પટેલ.
નરોડા: દિવ્યા નિકુંજ ખાખી, ડૉ. ચંદાબેન વિહલભાઈ પટેલ, જયેશભાઇ ડાહ્યાભાઈ પ્રજાપતિ અને વિપુલભાઈ ચીનુભાઈ પટેલ.
સૈજપુર બોઘા: ભાવનાબેન અજમલભાઈ રબારી, વિનોદકુમારી સુરેશકુમાર ચૌધરી, બળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ અને અંકિતભાઈ કનુભાઈ પટેલ.
કુબેરનગર: આરતીબેન પટણી, ચિતરા પ્રકાશભાઈ ગુવાલણી, ઉમેદસિંગ યાદવ અને ગીરીવરસિંહ ભંવરસિંહ શેખાવત.
અસારવા: અનસુયા રવજી પટેલ, સુમનબેન ભંવરસિંહ રાજપુત, ગીરીશભાઈ ભુરાજી વણઝારા અને દશરથભાઈ રણછોડભાઈ પટણી.
શાહીબાગ: હિનાબેન હિતેષભાઈ પરમાર, માયાબેન ઉત્તમભાઈ જૈન, જસુભાઈ મોહનજી ઠાકોર અને રાજુભાઈ છગનભાઈ પટેલ.
શાહપુર: રશ્મિબેન દિપકભાઈ શાહ, રેખાબેન બધાજી ચૌહાણ, જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ અને હિતેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર.
નવરંગપુરા: આશાબેન હિતેશકુમાર બ્રહ્મભટ્ટ, એક્તાબેન કેશવભાઈ રાવલ, રિતેશ પરમાનંદ દુધિયા અને હેમંત બંસીલાલ કાબરા.
બોડકદેવ: પારૂલબેન વૈભવભાઈ મકવાણા, ભાવનાબેન મલયકુમાર પટેલ, ધરમસીભાઈ માલવજીભાઇ દેસાઇ અને દેવાંગ જીતેન્દ્રભાઈ દાણી.
જોધપુર: ભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલ, નયનાબેન ભુપેન્દ્રભાઈ કોટક, ભાગ્યેશ રજનીકાંતભાઈ પટેલ અને વિનોદચંદ્ર ડાહ્યાભાઈ પટેલ.
વોર્ડ ૨૧ થી ૩૦:
દરિયાપુર: શીતલબેન કમલેશભાઈ પંચાલ, રીન્કુબેન દાતણીયા, નરેશભાઈ રાધેશ્યામભાઈ પવાર અને ભુપેન્દ્રભાઈ નાડીયા.
ઈન્ડીયાકોલોની: મનીષાબેન ભરતકુમાર તીર્થરાજ, જાન્હવી મનસુખભાઈ લુણાગરીયા, ઘનશ્યામભાઈ બારોટ અને પંકજભાઈ ચીમનલાલ પટેલ.
ઠક્કરનગર: શ્વેતાલીબેન અંબાલાલ પટેલ, રૂપાદેવી દિનેશસિંહ જાદવ, રણજીતસિંહ વલકુભાઇ વાળા અને જયેશભાઈ પટેલ.
નિકોલ: નીતાબેન કનૈયાલાલ પટેલ, વિલાસબેન ભરતભાઈ દેસાઈ, દિપકભાઈ પંચાલ અને પરેશભાઈ લાખાણી.
વિરાટનગર: ચેતનાબેન ધર્મેશભાઈ સથવારા, સંગીતાબેન ભરતભાઈ પટેલ, મુકેશભાઈ રાવજીભાઈ પટેલ અને મનિષકુમાર જેઠાલાલ માટલીયા.
બાપુનગર: જયશ્રીબેન દતાત્રી દાસરી, જાગૃતિબેન હરેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોગણી અને જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સેંગર.
સરસપુર રખીયાલ: ભારતીબેન મુકેશભાઈ વાણીયા, ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ પટેલ, ચિરાગ ગુણવંતભાઈ ઠાકોર અને રાજકુમાર ઇન્દ્રભાણસિંહ રાજપુત.
ખાડીયા: હેતલબેન ઉમંગકુમાર નાયક, શ્વેતલ સુર્યકાંત શાહ, પરેશકુમાર લાલજીભાઇ અને પંકજકુમાર બચુભાઇ ભટ્ટ આનંદ.
જમાલપુર: કલ્પાબેન અનિલભાઈ કહાર, જ્યોતિકાબેન હેમંતભાઈ વાઘેલા, તરૂણભાઇ નટવરભાઈ પઢીયાર અને પ્રતાપસિંહ છોટુભાઈ રાવત.
પાલડી: ક્રાંતિ કૌમિલ ગાંધી, ચેતનાબેન પરેશકુમાર પટેલ, દશરથભાઈ નાનજીભાઈ ઠાકોર અને આશીષ ધીરુભાઈ શાહ.
વોર્ડ ૩૧ થી ૪૦:
વાસણા: ભગવતીબેન જયેશ ભરવાડ, કિંજલબેન જીગરભાઈ શાહ, પ્રતાપભાઈ ભીખાભાઈ રાણા અને મેહુલ ચીનુભાઈ શાહ.
વેજલપુર: પારૂલબેન તેજસભાઈ દવે, જુલિબેન નલીનકુમાર ચૌહાણ, રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર અને દેવાંગભાઈ રવિશંકરભાઈ મહેતા.
સરખેજ: જેઠીબેન છગનભાઈ ડાંગર, હેમા ચિરાગ શાહ, રાજુ ચંદુલાલ શુક્લ અને દિવ્યેશ પીયુશભાઈ ત્રિપાઠી.
મક્તમપુરા: એકતાબેન વિશાલભાઈ ઠાકોર, હંસાબેન અરવિંદભાઈ સોલંકી, ગોપાલભાઈ ચૌહાણ અને અભય ધીરજલાલ વ્યાસ.
બહેરામપુરા: મનિષાબેન મનિષકુમાર પરમાર, નિલમબેન વિનયભાઈ બોરીસા, ભરતભાઈ મસરાજી સરગરા અને હરીશભાઈ બબાભાઈ મકવાણા.
દાંણીલીમડા: દિપીકાબેન રવિભાઈ ભરવાડ, સેજલબેન વિહારભાઈ સિંઘલ, વિનોદચંન્દ્ર કચરાભાઈ પરમાર અને હર્ષદભાઈ હરજીવનભાઈ વાઘેલા.
મણીનગર: નિમીતાબેન દિપકભાઇ દેસાઇ, પલકબેન એનલભાઈ પટેલ, નટવરભાઈ પદમવન ગોસ્વામી અને વિપુલભાઈ જીતેન્દ્રભાઈ સેવક.
ગોમતીપુર: રેખાબેન દેવદાસ ઉડતા, કવિતાબેન રણજીતભાઈ વાઘેલા, ઉપેન્દ્ર ધનજીબાઈ સોલંકી અને ઉદયકુમાર મહેન્દ્રભાઈ પટેલ.
અમરાઈવાડી: રેખાબેન ભાવેશભાઈ દેસાઈ, શિતલબેન વિષ્ણુભાઇ શર્મા, ડૉ. રાકેશભાઈ પોપટભાઈ સક્સેના અને તેજેન્દ્રરામ પ્રતાપસિંહ ચૌહાણ.
ઓઢવ: નીતાબેન વિસાભાઈ દેસાઈ, મીનુબેન રાઘવેન્દ્રસિંહ ઠાકુર, જીગર મહાસુખભાઈ પટેલ અને રાજેન્દ્ર રણછોડભાઈ જાની.
વોર્ડ ૪૧ થી ૪૮:
વસ્ત્રાલ: ગૌરીબેન ઇશ્વરભાઈ પરમાર, જ્યોત્સનાબેન જયેશકુમાર પટેલ, મીતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિ અને પરેશબાઈ હરગોવિંદભાઈ પટેલ.
ઈન્દ્રપુરી: રમિલાબેન રમેશભાઈ પ્રજાપતિ, દર્શનાબેન કેયુરભાઈ રાવલ, કિર્તીભાઈ ઉતમદાસ પટેલ અને કૌશિકભાઈ નટવરભાઈ પટેલ.
ભાઈપુરા: નૈઋતીબેન અશ્વિનભાઈ ચૌધરી, આશાબેન ભાવેશભાઇ પટેલ, હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને રાકેશકુમાર ચિમનભાઈ પટેલ.
ખોખરા: ડૉ. જયમીનબેન ધર્મેશભાઇ દવે, સોનલબા જયરાજસિંહ સરવૈયા, નયનકુમાર જયદેવભાઇ બ્રહ્મભટ્ટ અને કમલેશભાઈ પટેલ.
ઈશનપુર: વિંકલબેન સૌરભભાઈ વ્યાસ, વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ, જીગરભાઈ બારૈયા અને મૌલીકભાઈ ગૌતમભાઈ પટેલ.
લાંભા: ડૉ. ચાંદનીબેન તેજસભાઈ પટેલ, અંજુબેન વિલાસભાઈ ઠાકોર, રાહુલભાઇ સતીષભાઈ ભરવાડ અને ચંન્દ્રકાંતભાઈ ધીરજલાલભાઈ જોષી.
વટવા: ભાવનાબેન કમલેશ સોલંકી, શ્રીમતી નિર્મલાબેન ઊધવજી પાંડે, સંજયભાઇ કનૈયાલાલ સથવારા અને પ્રતિકભાઈ ગીરીશભાઈ પટેલ.
રામોલ: સોનલબેન દશરથભાઈ રબારી, રૂપલબેન સંદીપભાઇ ભટ્ટ, રૂકમેશકુમાર રામનરેશભાઇ ચૌહાણ અને મૌલિકભાઈ અતુલભાઈ પટેલ.
આ યાદી જાહેર થતાની સાથે જ અમદાવાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે મહિલા અનામત અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રાખીને મોટાભાગના વોર્ડમાં મહિલા ઉમેદવારો અને વ્યવસાયિકોને પણ સ્થાન આપ્યું છે.
વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
