<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભાજપે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના જંગ માટે 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંતિમ મહોર વાગી : જુઓ સંપૂર્ણ સૂચિ

વિકાસના મંત્ર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિ-જાતિના સમીકરણો અને અનુભવી તેમજ નવા ચહેરાઓના સંતુલન સાથે તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારોની યાદી કરી પ્રસિદ્ધ

ગાંધીનગર:રાજ્યમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શ્રી કમલમ્, ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં સઘન ચર્ચા-વિચારણા બાદ કુલ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા કરવામાં આવી છે.

 

વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

 

વોર્ડ નં. 1 થી 5 ના ઉમેદવારો:

  વોર્ડ નં. 1: નિકિતા ભાવિનકુમાર પટેલ, નિકિતા ચેતનકુમાર રાઠોડ, જયંતિભાઇ સોમાભાઇ ચૌહાણ અને રોનકભાઇ રાકેશભાઇ પટેલ.

  વોર્ડ નં. 2: શ્રીમતી હંસાબેન દિપકસિંહ ચૌહાણ, શ્રીમતી દિપિકા ભૂપેન્દ્રભાઇ પટેલ, મિતેશભાઇ બકુલચંદ્ર પટેલ અને કિરણસિંહ રામસિંહ પરમાર.

  વોર્ડ નં. 3: શ્રીમતી કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા, શ્રીમતી અનીષાબીબી મહેબુબબેગ મીરઝા, મિલનકુમાર અશોકભાઇ વસાવા અને ઇમરાનભાઇ અનવરભાઈ વહોરા.

  વોર્ડ નં. 4: શ્રીમતી ચંપાબેન ગણેશભાઇ ઠાકોર, શ્રીમતી ફરહીનબાનુ શાહરૂખખાન પઠાણ, આકાશ ગણેશભાઇ ઠાકોર અને અલ્તાફ અનવરભાઈ વ્હોરા.

  વોર્ડ નં. 5: શ્રીમતી રંજનબેન રમેશભાઇ વસાવા, શ્રીમતી પ્રેમીલાબેન અરવિંદભાઇ પરમાર, ભાવેશકુમાર મોહનલાલ સોલંકી અને રોહિતકુમાર કુંદનસિંહ વાઘેલા.

 

વોર્ડ નં. 6 થી 10 ના ઉમેદવારો:

  વોર્ડ નં. 6: શ્રીમતી હિરલબેન અર્પણકુમાર શાહ, શ્રીમતી કવિતાબેન જીજ્ઞેશભાઇ પટેલ, નિશિત (બુધાજી) શરદકુમાર પટેલ અને સ્વપ્નીલ દિનુભાઇ પટેલ.

  વોર્ડ નં. 7: શ્રીમતી ગાર્ગીબેન ચંદ્રકાંત પટેલ, શ્રીમતી જશોદાબેન રાજેશકુમાર ભાવનાણી, પ્રભાત હીરાભાઇ પ્રજાપતિ અને મયુરભાઇ જગદિશભાઇ પટેલ.

  વોર્ડ નં. 8: શ્રીમતી હાર્દીકાબેન અંકિતકુમાર ઠક્કર, શ્રીમતી પ્રિતિબેન સુનિલકુમાર શાહ, અમિતકુમાર ભાઇલાલભાઇ ઠાકોર અને હરેકૃષ્ણ વિઠ્ઠલભાઇ પટેલ.

  વોર્ડ નં. 9: શ્રીમતી રુપલબેન બાલકૃષ્ણભાઇ પટેલ, શ્રીમતી નિરાલીબેન હિરેનકુમાર પટેલ, કમલેશભાઇ દેવેન્દ્રસિંહ ડાભી અને અમિતકુમાર ભાનુભાઇ પુરોહિત.

  વોર્ડ નં. 10: શ્રીમતી મયુરીબેન દિલીપકુમાર રાય, શ્રીમતી કૃતિકાબેન સૌમિલભાઇ પટેલ, ભરતભાઇ રણછોડભાઇ સોલંકી અને વિકાસ ચંદ્રેશભાઇ પટેલ.

 

વોર્ડ નં. 11 થી 13 ના ઉમેદવારો:

  વોર્ડ નં. 11: શ્રીમતી વર્ષાબેન ભાવિનભાઇ પરમાર, શ્રીમતી સોનલ (પીન્કી) નિશાંત શાહ, મિલનકુમાર મહેન્દ્રભાઇ પટેલ અને હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ પટેલ.

  વોર્ડ નં. 12: શ્રીમતી ધુળીબેન ભીખાભાઇ વણકર, શ્રીમતી રૂપલબેન વનીશકુમાર પટેલ, મયુરકુમાર અમૃતલાલ સુથાર અને મહેન્દ્રસિંહ મથુરભાઇ સોલંકી.

  વોર્ડ નં. 13: શ્રીમતી ચેતનાબેન જીતેન્દ્રકુમાર ચાવડા, શ્રીમતી મયુરીબેન નલીનભાઇ પટેલ, કેતનભાઇ રમણભાઇ બારોટ અને રાજેશભાઇ બાબુભાઇ પઢીયાર.

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલા ઉમેદવારોને પૂરતું સ્થાન આપી ભાજપે મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો છે. હવે આ ઉમેદવારો આગામી દિવસોમાં વિજયી વિશ્વાસ સાથે જનતાના દ્વારે જશે.

(7:57 PM IST)