તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
પાટણ જીલ્લાના સિધ્ધપુર હાઇ-વે ઉપરથી ૭.૭૦ લાખનો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો
૩૦૮ ડબ્બા જપ્ત કરાયાઃ અમદાવાદના ર શખ્સોની પૂછપરછ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૧૦: સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડીયા, પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાથી અને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સફેદ કલરની અશોક લેલન બડા દોસ્ત ગાડીને રોકાવીને તપાસ કરાઈ હતી.
ગાડીમાં સવાર વિજય અમળતલાલ ગાંડાજી ઠાકોર (ઉં.વ.૨૬) અને સચીન દિવાનજી લાલાજી ઠાકોર (ઉં.વ. ૨૭), બંને રહે. નરોડા, અમદાવાદનાઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, ઘીના જથ્થા બાબતે ડ્રાઈવર પાસે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે માર્કા વગરના શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કર્યા હતા. પોલીસે ૧૫ કિલોગ્રામના કુલ ૩૦૮ નંગ શંકાસ્પદ ઘીના ડબ્બા, જેની કિંમત ૭,૭૦,૦૦૦ રૂપિયા થાય છે, તે જપ્ત કર્યા છે. આ ઉપરાંત ૫,૦૦,૦૦૦ રૂપિયાની અશોક લેલન ગાડી પણ કબ્જે કરવામાં આવી છે. આમ, પોલીસેકુલ ૧૨,૭૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરીમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે. ઝાલા, પી.એસ.આઈ. જે.આર. શુકલા તેમજ એ.એસ.આઈ. નિલેશકુમાર, રાહુલકુમાર, દેવશી અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે હાલ આ જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
