તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ગુજરાત પોલીસ દ્વારા રેલ યાત્રીઓની સુરક્ષા, ડ્રગ્સ પેડલરો આડે સજ્જડ બ્રેક મારવા NARIT AI લોન્ચ....
નાર્કોટિક્સ તપાસમાં સહાય, સ્માર્ટ વિશ્લેષણ, ચુકાદા સુધીના ફુલ પ્રૂફ ચાર્જ શીટ તૈયાર કરવામાં મદદ વિગેરે જાદુઈ ચિરાગ જેવી આ ટેકનોલોજી શું છે? અકિલા સાથેની વાતચીતમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ જાદુઈ ચાહ જેવા નવા ટૂલ્સની ઉપયોગિતા સમજાવે છે... : ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવે કે.એન ડામોર, એસપી યશપાલ જંગાણીયા, (રેલવે અમદાવાદ) અને બરોડા રેલવે એસપી અભય સોની વિગેરેની ઉપસ્થિતિમાં કડક કાર્યવાહીની રણનીતિ પણ ઘડાઈ

રાજકોટ, તા.૧૦: રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો..કે. એલ.એન.રાવના રાજ્યના એક છેડાથી બીજા છેડા સુધીના જિલ્લાના વિશાળ અનુભવ, મહાનગરોના મહત્વના પદો પર રહી બજાવેલ ફરજ વિગેરે અનુભવ આધારે લોકોની સમસ્યાઓના મૂળમાં જવું, અને સારા નરસા માણસ પારખવાની મોડેસ ઓપરેન્ડી હવે ટેકનિકલ લેવાલે AI સુધી પોહચી,જતા હવે રેલવે સહિત નાર્કોટિક્સ ગુન્હાના ઉકેલ અને તેના પરિણામ સુધી પોહચી જવા માટે અનોખી પહેલ કરી છે.
વન ડે વન ડિસ્ટ્રિક્ટ, ઝોન વાઇસ લોકોના પ્રશ્ન માત્ર સિનિયર જ નહિ, જુનિયર IPS સાથે પણ ચર્ચા વિચારણા તેમના ટેક્રિકલ નીલેજના પ્રોજેક્ટની માહિતી માટે બેઠકો પછી હવે દેશની મોટા ભાગની જનતા જેનો વ્યાપક ઉપયોગ કરે છે તેવી રેલવેની મુસાફરી દરમિયાન લોકોની સલામતી સુરક્ષા, ડ્રગ્સ, દારૂ જેવા પદાર્થોની હેરફેર પર સજ્જડ બ્રેક, ફુલ પ્રૂફ ચાર્જશીટ માટે પુરાવા વિગેરે માટે નવી લોન્ચ થયેલ એપ્લિકેશન (narcotics analisis & RAG besed investigation tools) જે NARIT AI તરીકે લોકપ્રિય છે તેના ઉપયોગની મુખ્ય પોલીસ વડા દ્વારા રેલવેનો હવાલો સાંભળતા CID ક્રાઇમના કે.એન.ડામોર, એસપી યશપાલ જંગણીયા,(અમદાવાદ) એસપી અભય સોની (વડોદરા) વિગેરેની ઉપસ્થિતિમાં મળેલી રાજ્યસ્તરીય બેઠકમાં ડૉ કે.એલ.એન.રાવે વિસ્તળત સમજણ આ નવા AI અંગે સમજણ આપી ઉપયોગ પર ભાર મુકેલ.
NARIT AIના ઉપયોગ વિશે વધુ માહિતીઃ
* નાર્કોટિક્સ તપાસમાં સહાયઃ NARIT AI ગુજરાત પોલીસને નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓની તપાસમાં સહાય કરે છે.
* AI આધારિત વિશ્લેષણઃ આ પ્રણાલી કેસોનું બુદ્ધિશાળી વિશ્લેષણ કરીને કાનૂની માર્ગદર્શન પૂરું પાડે છે.
* ચુકાદા અને કાનૂની જોગવાઈઓઃ સંબંધિત ચુકાદા અને કાનૂની જોગવાઈઓ સુધી પહોંચવામાં મદદ કરે છે.
* ચાર્જશીટ તૈયારીઃ ચાર્જશીટ તૈયાર કરવામાં સહાય પૂરી પાડે છે.
* પુરાવા આધારિત નિર્ણયઃપુરાવા આધારિત નિર્ણય લેવામાં સુધારો કરે છે.
શું તમે NARIT AIના ભવિષ્ય વિશે જાણવા માંગો છો?
અકિલા સાથેની વાતચીતમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા એ આઇ પદ્ધતિ કેવી રીતે અદાલત દ્વારા નક્કી કરેલ ગાઇડ લાઇન મુજબ ઉપયોગી થાય તેની વિગતો આપી હતી.
Ai ના કેટલાક તજજ્ઞો NARIT નું સમર્થન કરી ચીનનુ એક દ્રષ્ટાંત આપી ભવિષ્ય ખૂબ ઉજળું હોવાનું પ્રતિપાદિત કરે છે.
AI ભવિષ્ય વિશે વાત કરીએ તો, ચીનના એક વિદ્યાર્થીએ MiroFish નામનું AI બનાવ્યું છે જે સામાજિક વર્તનને સમજીને ભવિષ્યની ઘટનાઓની સચોટ આગાહી કરી શકે છે. આ AI એ પોતાની ક્ષમતા સાબિત પણ કરી છે, જેમ કે એક યુનિવર્સિટી વિવાદ દરમિયાન તેને લોકોની પ્રતિક્રિયા અને માહોલ કયારે બદલાશે તેની સચોટ આગાહી કરી હતી.
MiroFishની વિશેષતાઓઃ X સામાજિક વર્તનનું વિશ્લેષણઃ MiroFish સામાજિક વર્તનને સમજીને ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકે છે.
વર્ચ્યુઅલ સમાજ. આ Al એક વર્ચ્યુઅલ સમાજ બનાવે છે જેમાં લાખો AI એજન્ટ હોય છે.
આગાહી ક્ષમતાઃ MiroFish યુનિવર્સિટી વિવાદ જેવી ઘટનાઓની સચોટ આગાહી કરી શકે છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
